નૂતન - પ્રભાત
રોજ ડી.ડી.આઇ.ટી. ના નોટીસ બોર્ડ પર કવિતા જોઇ
હું પણ કવિતા લખવાનુ વિચારતો હતો
કોશીશ પણ કરી
પરંતુ "આવી તે કવિતા હોતી હશે કે?"
એમ કરિ વિચાર માંડી વાળતો હતો.
આજે નવા વર્ષનાં મંગળ પ્રભાતે જ્યારે
સૂરજ ઊગું-ઊગું થઈ રહ્યો હતો
ત્યારે એક ઉગતો કવિ પણ પોતની
પ્રથમ કવિતા રચવાનાં પ્રયાસમાં મચી રહ્યો હતો.
વ્હેલી સવારે કૂકડાંનાં "કૂકડે-કૂક" થી શરૂ થતું
નવું વર્ષ તો દર વર્ષની જેમ જ આવી પ્હોંચ્યું હતું.
દર વખતની જેમ જ બધાંએ "સાલ-મુબારક" કર્યા હતા.
પણ...
પણ કોલેજ માં આવ્યા પછીની આ પહેલી દિવાળી
અને બેસતુ વર્ષ કંઇક જુદું જ ભાસતું હતું
સૂર્યનું પહેલું જ કીરણ જાણે કે અદમ્ય બળ અને
અખૂટ ઉત્સાહ ભરી દેતું હતું.
મીઠાપુરના દરિયાકિનારે
વારંવાર ખડકો સાથે અથડાતાં મોજા પણ
આળસ ખંખરીને સતત પ્રયત્ન ચાલુ રાખવા સૂચવતાં હતાં.
ઘરે-ઘરે ચિતરેલી રંગબેરંગી રંગોળીમાં પણ
મને તો આપણા ઉજ્જવળ ભવિષ્યનાં જ સપ્તરંગી રંગો દેખાતા હતા.
માત્ર પંખીઓ જ નહિં ફૂલો પણ મલકતાં મલકતાં
નવા વર્ષની વધામણી આપતા હતાં.
ત્યારે એ ફૂલોની સોડમને મારા સુધી પહોંચાડનાર
પવને મને કાનમાં કહ્યું કે,
"મનિષ ! હવે તુ પણ સૌ મિત્રોને
સાલ-મુબારક કહી ને કવિતા અહીં જ પૂરી કરી દે...
"અને હાં, સાથે-સાથે સૌને પોતાના સોનેરી સોણલાંઓ
આ નવા વર્ષમાં સાકાર થાય તેવી
શુભેચ્છા નહીં પાઠવે કે શું? "