એક વખત મને થઇ અંત:સ્ફૂરણા કે કૈંક લખું
પણ હૃદયના ભાવવાળા શબ્દો જ ન જડ્યા તો શું લખું?
શિયાળાની સવારે પુષ્પ પરની તુષારબિંદુઓની જોઈ સવારી પણ...
ભીંજાયેલા મુખ પર નીતરતા પાણીને જોઇને થયું કૈંક લખું
એ તુષારબિંદુઓમાં ઉગતા સૂર્યનું પ્રતિબિંબ જોયું પણ...
તમારી આંખોમાં પડતા મારા પ્રતિબિંબને જોઇને થયું કૈંક લખું
વાદળોની ઘટા વચ્ચે જોયું એક ઇન્દ્રધનુષ રંગબેરંગી પણ...
ચાંદ જેવા ખુબસુરત ચહેરા પરના તલને જોઇને થયું કૈંક લખું
પવનની લહેરખીઓથી લહેરાતા જોયા એ લીલા ઘાસ પણ...
હવાથી ઉડતી તમારી જુલ્ફોને જોઇને થયું કૈંક લખું
સરોવરજળમાં કાંકરી ફેકતા ઉઠતા જોયા તરંગો પણ....
હસતી વખતે તમારા ગાલમાં પડતા ખંજનોને જોઇને થયું કૈંક લખું
ભરતી વખતે ઘૂઘવતા સમુદ્રમાં જોઈ એ ઉઠતી લહેરો પણ...
નીલીનીલી આંખોમાં ઉછળતા પ્રેમના સાગરને જોઇને થયું કૈંક લખું
ક્ષણભર માટે ચમકીને છુપાઈ જતી જોઈ એ વીજળી પણ...
આંખોમાં છુપાયેલ એ એકરારને જોઇને થયું કૈંક લખું
પહાડ પરથી ખળખળ વહી જતા જોયા ઝરણા પણ...
તમારા ખડખડાટ નિર્દોષ હાસ્યને જોઇને થયું કૈંક લખું
ઉપર નીલા આકાશમાં હારબંધ ઉડી જતા પંખીઓને જોયા પણ...
હસતી વખતે દેખાતી દાડમકળી જેવી દંતપંક્તિને જોઇને થયું કૈંક લખું
મૃદુ સ્પર્શથી શરમાયેલ જોયા એ લજામણીના પાન પણ...
લજ્જાથી ઝુકેલી એ પલકોને જોઇને થયું કૈંક લખું
ઉનાળાની બપોરના જોયો એ ધગધગતા સૂર્યને પણ...
ગુસ્સાથી વધુ સુંદર થયેલ ચહેરાને જોઇને થયું કૈંક લખું
સૂર્યનાં કોમળ કિરણોમાં મંદમંદ મલકાતું જોયું એક ગુલાબ પણ...
રતુબંડા હોઠો પરના એ મંદ સ્મિતને જોઇને થયું કૈંક લખું
આમ્રકુન્જમાં છુપાઈને ટહુકતી કોયલનો ટહુકો સાંભળ્યો પણ...
તમારા કોકિલકંઠી સુમધુર ધ્વનિની મીઠાશ સાંભળીને થયું કૈંક લખું
ખીલતી કળીમાંથી ઉગતા ફૂલને જોયું એક વખત પણ....
એ આંખોમાં ઉગતા એક ગુલાબી સ્વપ્નને જોઇને થયું કૈંક લખું
સંગીતના સાતેય સૂરોની સરગમ સાંભળી જોઈ પણ....
તમારા પગે બંધાયેલ ઝાન્ઝારોના ઝણકાર માટે થયું કૈંક લખું
વર્ષાના પહેલા સ્પર્શે રોમાંચિત થયેલ જોઈ એ ધરતીને પણ....
ચોરીછૂપીથી થયેલ તમારા પહેલા સ્પર્શ માટે થયું કૈંક લખું
એક વાર એક રંગબેરંગી પતંગિયાને ફૂલ પર બેઠેલું જોય પણ...
મારી સામે તમને બેસેલ જોઇને થયું કૈંક લખું
ચંદ્ર ચકોર અને તારાઓ પણ બન્યા એ વાતના સાક્ષી કે,
રાતભર જાગતી "એ" ને જોઇને મનિષને થયું કૈંક લખું
પણ શું લખું?

No comments:
Post a Comment