એ તેજ ઝરતી આંખો
મારા શમણા ને આપે છે પાંખો
આંખોમાં ઘૂઘવતો નીલ સમંદર
છે મને દીવાના થઇ જવાનો ડર
એ સૌન્દર્યનો સાગર અપાર
દિલના ઝણઝણાવી દે છે તાર
એને એક વખત જોયા બાદ
નથી બીજા કોઈ ચહેરા મને યાદ
જોવાને તેની બસ એક ઝલક
મારી આંખો તરસે છે સદા અપલક
રતુંબડા ગાલોમાં પડતા એ ખંજન
હૃદયમાં જગાવે છે કંઈક સ્પંદન
એ મીઠું અને મારકણું સ્મિત
મૂકે છે મન પર એક છાપ અમિત
આત્મીયતાનો અનેરો અહેસાસ
એ જ તો એની ખાસિયત છે ખાસ
એ ન હોય તો જાણે બધું અધૂરું અધૂરું
એનું સ્મરણ વાગોળું છું મધુરું મધુરું
અને આ કાવ્ય અહીં કરું છું પૂરું
મારા શમણા ને આપે છે પાંખો
આંખોમાં ઘૂઘવતો નીલ સમંદર
છે મને દીવાના થઇ જવાનો ડર
એ સૌન્દર્યનો સાગર અપાર
દિલના ઝણઝણાવી દે છે તાર
એને એક વખત જોયા બાદ
નથી બીજા કોઈ ચહેરા મને યાદ
જોવાને તેની બસ એક ઝલક
મારી આંખો તરસે છે સદા અપલક
રતુંબડા ગાલોમાં પડતા એ ખંજન
હૃદયમાં જગાવે છે કંઈક સ્પંદન
એ મીઠું અને મારકણું સ્મિત
મૂકે છે મન પર એક છાપ અમિત
આત્મીયતાનો અનેરો અહેસાસ
એ જ તો એની ખાસિયત છે ખાસ
એ ન હોય તો જાણે બધું અધૂરું અધૂરું
એનું સ્મરણ વાગોળું છું મધુરું મધુરું
અને આ કાવ્ય અહીં કરું છું પૂરું
No comments:
Post a Comment