Saturday, April 21, 2012

એકાંકી

આકાશની રંગભૂમિ ને આ સલૂણી સંધ્યાએ સોનેરી રંગોથી શણગારી દીધી.
પવનની હારે હારે હળી કાઢતા વાદળો સાથે સુરજ રમવા લાગ્યો સંતાકૂકડી.
છેવટે સુરજ ક્ષિતિજની પેલે પાર લકાઇ ગયો, વાદળો ના પહોંચી શકે જ્યાં સુધી.
Good Night કહીને આકાશના રંગમંચ પરથી સંધ્યાએ વિદાય લઇ લીધી.
અને જુઓ ચંદ્ર, તારાઓ, ગ્રહો અને નક્ષત્રોએ વારાફરતી Entry પાડી દીધી.
માળા તરફ જતા પંખીઓએ એમની Entry મધુર કલશોરથી વધાવી લીધી.
દૂર મંદિરમાં આરતીના ઘંટનાદનું સંગીત શરુ થયું ને મસ્જીદમાં બાંગ પોકારાઈ.
વધુ એક દિવસ ઓછો થયો જિંદગીનો, અંધકારના ઓળા ઉતર્યા અવનિ પર.

આજે પણ તમે ના જ આવ્યા - હા, રોજની જેમ તમારી યાદ આવી ગઈ.
આજે નહિ તો કાલે, ક્યારેક તો પધારશોને પ્રભુ, મુજ મનમંદિરે?
એવી અખૂટ શ્રધા સાથે હું રાહ જોઇશ, તમારી અનંત સમય સુધી.
કેમ કે, ખાતરી છે મને કે, જ્યારે હટશે સુવર્ણમય પાત્ર માયાનું,
ત્યારે સોનેટ લખી રહેલ આ "શાહજહાં" ને નેપથ્યમાં છુપાયેલ એ શાહજહાંના
જરૂર દર્શન થશે,  જરૂર દર્શન થશે, જરૂર થશે જ, શું નહિ થાય?

Saturday, March 17, 2012

Pukaar

ये ठंडी हवा
ये काली घटा
ये बरखा की पहेली बौछार
ऐसे में तेरा साथ
मेरा दिल ये चाहे
आभी जा, आभी जा, तु सनम
अब तो आ जा ना, अब तो आजा

चाहे दिन हो या रात
सुबह हो या हो शाम
मेरे लब पे है तेरा ही नाम
हर पल तेरी याद,
दिल को सताए
आभी जा, आभी जा, तु सनम
अब तो आ जा ना, अब तो आजा

मेरे ख्वाबो में तुम
खयालो में तुम
मेरी पहेली चाहत सिर्फ तुम
दिल की हर धड़कन
तुजको पुकारे
आभी जा, आभी जा, तु सनम
अब तो आ जा ना, अब तो आजा

   

Sunday, March 11, 2012

Amrut Mahotsav - 3

બાપા, જોડી દો આ જીવને શિવ સાથે અક્ષર - પુરુષોત્તમની જેમ
અમારી નૈયા પણ તારી દો, ભવસાગરમાં જોબન પગી ની જેમ
અમારું જીવતર વલોવીને કાઢી અપ્પો અમૃત, સમુદ્રમંથન ની જેમ
બધું જ બદલાયું છે અને બાપા, બદલી નાખો બધું જ જે છે જેમનું તેમ


જો કે, અમૃતને પામવા માટે તો વિષ પણ પચાવવું પડે
હે 'નીલકંઠ વરણી ને રોમે રોમમાં ધારણ કરનારા' !
પચાવી દો અમારા જીવતર વિષને નીલકંઠ શમ્ભુ ની જેમ
બધું જ બદલાયું છે અને બાપા, બદલી નાખો બધું જ જે છે જેમનું તેમ


અમૃતના અમૃત મહોત્સવે માત્ર એક જ પ્રાર્થના કે -
મહાબળવંત માયા ભગવાનની અમને તો ન વ્યાપે
                                                                ન વ્યાપે
                                                                ન જ વ્યાપે

એ જ નમ્ર ગુજારીશ સાથે આપના ચરણકમળોમાં
                               અમારા સૌના કોટી કોટી વંદન !

HDH Pramukh Swami Maharaj Amrut Mahotsav - part 3 of 3Friday, March 09, 2012

Amrut Mahotsav - 2

બધું જ બદલાયું છે અને છે છતાં સર્વ જેમ હતું તેમ 

અમને સત્સંગનો યોગ તો થયો, પણ માયાના આવરણો છે જેમના તેમ
આપનો યોગ થયો એ પ્રાપ્તિ તો બહુ મોટી થઇ છે
પણ શ્રેયના માર્ગમાં પ્રેયના વિઘ્નો આવતા જ રહે છે જેમના તેમ
બધું જ બદલાયું છે અને છે છતાં સર્વ જેમ હતું તેમ 

આત્મા ને તો સત્સંગ અતિશય રૂડો લાગે છે
પણ... 'સ્વામીની વાતો' માં લખ્યું છે તેમ
મનને તો ઘરનો ઉંબરો ઓળંગવો પડે તે જ લાગે છે કરોડો જોજનની જેમ
અને તનને? ધર્મગ્રંથો ખુલતા જ ઊંઘ ચડે છે, ભગતજી મહારાજની પોથી ખુલતી તેમ
બધું જ બદલાયું છે અને છે છતાં સર્વ જેમ હતું તેમ 

હજુ પણ મન શોધે છે, બીજાના દોષો - પહેલાની જેમ
મનની ચંચળતા તો એવી છે જાણે દારૂ પીધેલ વાંદરાની જેમ
આરતી, અષ્ટક બોલવામાં, માત્ર જીભ જ હાલે છે, યંત્રની જેમ
બધું જ બદલાયું છે અને છે છતાં સર્વ જેમ હતું તેમ 


HDH Pramukh Swami Maharaj Amrut Mahotsav - part 2 of 3
To be Continue...

Wednesday, February 29, 2012

Amrut Mahotsav - 1

જેમ દીવડાના પ્રકાશથી સુરજને દેખાડવો
તેમ આપની જ શક્તિથી આપ વિષે કંઇક લખવું
છતાં એક કીડીથી સાકરનો હિમાલય ખાવો અશક્ય છે
તેમ આપનું જીવન, કવનમાં સમાવવું અશક્ય છે


આકાશના તારાઓનું પ્રતિબિંબ તો દર્પણમાં ઝીલીએ
પણ તે અગણિત તારાઓને ખોબામાં સમાવવા અશક્ય છે
તેમ આપનું જીવન, કવનમાં સમાવવું અશક્ય છે


યોગીબાપા અને શાસ્ત્રીજી મહારાજ જેવી કમાનથી ધક્કો પામેલ
એક તીર
બધાને બ્રહ્મરૂપ બનાવતા બનાવતા,
આજે અમૃત મહોત્સવના આરે જઈ
અમૃત કુમ્ભમાંથી
અમૃત વરસાવશે ત્યારે
તેમની જ આપેલ
પ્રેરણાશક્તિથી
તેમના જ ચરણોમાં
મનિષ પંચમતિયા ની
એક નમ્ર પ્રાર્થના....

HDH Pramukh Swami Maharaj Amrut Mahotsav - part 1 of 3
To be continue......

Sunday, February 26, 2012

Prayer - 3

હે સ્વામી ! આ થોડી પ્રાર્થના કરું છું, સાંભળશો ને?

અમારું જીવન આ સંસારના દરિયામાં જયારે અટવાય જાય છે,
ત્યારે આપના જીવનની દીવાદાંડી જ અમને સન્માર્ગે દોરી જાય છે.

શિક્ષાપત્રી અને વચનામૃત એ બધું અમારા માટે તો Theory છે,
જ્યારે આપનું જીવન એ જ એનો ખરો Practical છે.

અમે તો વ્રત લઈએ પણ કેવા? વારંવાર ભંગ કરીએ એવા!
અમને પણ સ્વામી આપો...ને આપના જેવી જ દ્રઢ નિષ્ઠા
                                                           શિક્ષાપત્રીના વચનો પાળવા.


આપે નથી કર્યુ સંસ્કારોનું સિંચન જ માત્ર ઉગતી પેઢીમાં,
પણ સાથોસાથ,
ચડાવ્યા છે કાંઠા, સાંઠી વટાવી ચૂકેલા એ ઘડાઓમાં.

ક્યાં ઘરેણાંના બાહ્ય દેખાવને જોઇને મોહી પડનારા અમે?
અને ક્યાં એક કુશળ સોનીની જેમ તેમાં રહેલા સોના જેવા
                                                             પ્રભુને ખોળનારા તમે?


અમે તો અંધારામાં દોરીને પણ સાપ માની ડરનારા,
જ્યારે તમે જ્ઞાનના પ્રકાશથી અમને સાચું ભાન કરાવનારા.


અમે તો કૂપમૂંડકની જેમ માત્ર અમારું જ વિચારનારા,
જ્યારે તમે તો સમગ્ર વિશ્વના કલ્યાણ માટે જ દુનિયામાં વિચરનારા.


અરે! સ્વામી અનેકના બદલાય ગયા છે જીવન ધ્યેય ,
                     આપના વક્તવ્ય અને પત્રો દ્વારા,
અરે! ઘણા તો મેળવે છે પ્રેરણા આપના નિર્દોષ હાસ્ય દ્વારા.


જયારે કોઈ થાકી હારીને સહારો લે છે નિરાશાનો ,
ત્યારે તમે જ સ્વામી આશાનો સંચાર કરી, બતાવો છો 
                                                  રસ્તો અક્ષરધામનો .


જીવવાના તો છો ખુબ લાંબો સમય લોકોના હૃદયમાં સુક્ષ્મ રૂપે,
પણ અમે તો પ્રભુને પ્રાર્થીએ કે રહો લાંબો સમય અમ સાથ સ્થૂળ રૂપે.


મોરસના હિમાલયમાંથી આ એક કીડી ખાઈ-ખાઈ ને તે વળી 
                                                    કેટલું ખાઈ શકવાની? 
તેમ આપના ૭૪ વર્ષના દિવ્ય જીવન વિષે અમે કહી-કહીને 
                                                    કેટલું કહી શકવાના? 


હા, પણ સ્વામી એટલું તો જરૂર કહેવાના જ કે,
"આજના આ પવિત્ર દિને આપને અમારા અંત: કરણ પૂર્વકના
                                                     કોટી કોટી વંદન".

                                                     અસ્તુ.Wednesday, February 22, 2012

Prayer - 2

Difficulties are stepping stone to success
Success is a series of steps slowly taken

એક રજકણ સુરજ થવાને શમણે ઉગમણે જઈ ઉડે.
તેમ...
અમારા પગ નિયમપાલનના ખાંડાની ધાર જેવા રસ્તે ડગુમગુ પડે.
પણ અમૃત નો છંટકાવ થતા જ બમણા ઉત્સાહ અને જોમથી પગ ઉપડે.
બીજાને માટે તો નિયમના પથ્થરો ગડથોલિયું ખવડાવનારા થઇ પડે.
પણ...
આપની કૃપાથી નિયમના પથ્થરો અમ માટે પગથીયા થઇ પડે.
અને નિયમરૂપી એક એક પગથીયું મળીને અક્ષરધામ જવાની સીડી થઇ પડે.
એ જ પ્રાર્થના સહ નડિયાદ છાત્રમંડળ ના શીશ આપના ચરણે નમી પડે.....


- નડીયાદ છાત્રમંડળ


( HDH Pramukh Swami Maharaj's 75th Birthday. Amrut Mahotsav. The birthday card was made in pyramid shape and it had steps. This poem was written on it. ) 

Tuesday, February 21, 2012

Prayer - 1

સ્વામીજી, આપને કંઈ કહેવા પ્રયત્ન કરું છું
પણ કેમ કહેવું તે ના સૂઝતા થોથવાયા કરું છું
છેવટે કાલીઘેલી ભાષામાં આ કવિતા રજુ કરું છું.

આપનું અહીં નડિયાદ મુકામે વારંવાર આગમન થવા દેજો
નડિયાદ એ.પી.સી.  પર આપની મહેરની વર્ષા થવા દેજો.


અમે આપના જ બગીચાનું ફૂલ છીએ
આ ફૂલ પાસે સમાજને ઘણી.... બધી અપેક્ષાઓ છે
એ અપેક્ષાઓ પૂરી કરવા કૃપયા બળ દેજો.


મહેનત-પરિશ્રમ અમે કરીશું, તમે પ્રેરણા આપજો
માટીમાંથી મૂર્તિ અમે બનાવીશું, તમે માત્ર પાણી રેડજો.


જયારે અમે ડૂબી જઈએ ઘોર નિરાશામાં,
ત્યારે તમે જ આશાનો સંચાર અમ જીવનમાં કરી દેજો.

જયારે અમે દિશા ચુકી જઈએ ત્યારે તમે જ
અમને સન્માર્ગે વાળવા માટે ધ્રુવ તારો બની જજો.

જે રીતે આપે વિદેશમાં ભારતીય સંસ્કૃતી ફેલાવી છે
તે જ રીતે અમારા હૃદયમાં  પણ જ્ઞાનનો પ્રકાશ ફેલાવી દેજો.

સ્વામી, સંતો અંદ હરિભક્તોની લઇ અનુમતિ,
મનિષ કરે છે અહીં કવિતાની પુર્ણાહુતી