કોલેજ માં આવ્યા પછી, કવિતાઓ લખવાનું શરુ કર્યું, તેમાં મુખ્ય પ્રેરણા પરમ પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજ ની હતી. પરમ પૂજ્ય બાપા વિશેની મારી પ્રથમ કવિતા : "પ્રાર્થના". આ કવિતા પૂજ્ય બાપાના પ્રાતઃ ભ્રમણ વખતે, મારા વતી અન્ય છાત્ર એ રજુ કરી હતી. કેમકે, ડી.ડી.આઈ. ટી. કોલેજમાં મારી ઇન્ટરનલ પરીક્ષા ચાલુ હતી. પછીથી જાણવા મળ્યું કે, સ્વામી બાપાને આ કવિતા ખુબ જ ગમી હતી. પછીથી પણ તેમણે મારી કવિતા ને ફરીથી યાદ કરેલ. હું તો નવો નિશાળીયો કવિ હતો, પણ છતાં મારી સરળ કવિતા માટે પણ સ્વામી બાપાએ મને પ્રોત્સાહન આપ્યુ. આવો આજે એ કવિતા માણીએ.
સ્વામીજી, આપને કંઈ કહેવા પ્રયત્ન કરું છું
પણ કેમ કહેવું તે ના સૂઝતા થોથવાયા કરું છું
છેવટે કાલીઘેલી ભાષામાં આ કવિતા રજુ કરું છું.
આપનું અહીં નડિયાદ મુકામે વારંવાર આગમન થવા દેજો
નડિયાદ એ.પી.સી. પર આપની મહેરની વર્ષા થવા દેજો.
અમે આપના જ બગીચાનું ફૂલ છીએ
આ ફૂલ પાસે સમાજને ઘણી.... બધી અપેક્ષાઓ છે
એ અપેક્ષાઓ પૂરી કરવા કૃપયા બળ દેજો.
મહેનત-પરિશ્રમ અમે કરીશું, તમે પ્રેરણા આપજો
માટીમાંથી મૂર્તિ અમે બનાવીશું, તમે માત્ર પાણી રેડજો.
જયારે અમે ડૂબી જઈએ ઘોર નિરાશામાં,
ત્યારે તમે જ આશાનો સંચાર અમ જીવનમાં કરી દેજો.
જયારે અમે દિશા ચુકી જઈએ ત્યારે તમે જ
અમને સન્માર્ગે વાળવા માટે ધ્રુવ તારો બની જજો.
જે રીતે આપે વિદેશમાં ભારતીય સંસ્કૃતી ફેલાવી છે
તે જ રીતે અમારા હૃદયમાં પણ જ્ઞાનનો પ્રકાશ ફેલાવી દેજો.
સ્વામી, સંતો અંદ હરિભક્તોની લઇ અનુમતિ,
મનિષ કરે છે અહીં કવિતાની પુર્ણાહુતી

No comments:
Post a Comment