આકાશની રંગભૂમિ ને આ સલૂણી સંધ્યાએ સોનેરી રંગોથી શણગારી દીધી.
પવનની હારે હારે હળી કાઢતા વાદળો સાથે સુરજ રમવા લાગ્યો સંતાકૂકડી.
છેવટે સુરજ ક્ષિતિજની પેલે પાર લકાઇ ગયો, વાદળો ના પહોંચી શકે જ્યાં સુધી.
Good Night કહીને આકાશના રંગમંચ પરથી સંધ્યાએ વિદાય લઇ લીધી.
અને જુઓ ચંદ્ર, તારાઓ, ગ્રહો અને નક્ષત્રોએ વારાફરતી Entry પાડી દીધી.
માળા તરફ જતા પંખીઓએ એમની Entry મધુર કલશોરથી વધાવી લીધી.
દૂર મંદિરમાં આરતીના ઘંટનાદનું સંગીત શરુ થયું ને મસ્જીદમાં બાંગ પોકારાઈ.
વધુ એક દિવસ ઓછો થયો જિંદગીનો, અંધકારના ઓળા ઉતર્યા અવનિ પર.
આજે પણ તમે ના જ આવ્યા - હા, રોજની જેમ તમારી યાદ આવી ગઈ.
આજે નહિ તો કાલે, ક્યારેક તો પધારશોને પ્રભુ, મુજ મનમંદિરે?
એવી અખૂટ શ્રધા સાથે હું રાહ જોઇશ, તમારી અનંત સમય સુધી.
કેમ કે, ખાતરી છે મને કે, જ્યારે હટશે સુવર્ણમય પાત્ર માયાનું,
ત્યારે સોનેટ લખી રહેલ આ "શાહજહાં" ને નેપથ્યમાં છુપાયેલ એ શાહજહાંના
જરૂર દર્શન થશે, જરૂર દર્શન થશે, જરૂર થશે જ, શું નહિ થાય?
No comments:
Post a Comment