આ ગઝલના છે સર્વ શેર જુદાજુદા
દરેક શેરમાં છે, અંદાજ જુદાજુદા
ક્ષણોના સરવાળાની જિંદગીની અદા
જેમાં હર ક્ષણે છે મિજાજ જુદાજુદા
દોસ્તો અને દુશ્મનોના ક્યાં નામ છે અલાયદા?
માત્ર બોલવાના છે, અલ્ફાઝ જુદાજુદા
ભલે હોય સર્વને માટે, સમાન કાયદા
રંક-રાયને માટે છે ગજ જુદાજુદા
કોઈ ધિક્કારે છે તો કોઈ થાય છે ફિદા
ચહેરા એક જ છે, છે મહોરા જુદાજુદા
નથી સાંભળવી કોઈને પોતાની નિંદા
પણ ચર્ચાય છે અન્યના દોષો જુદાજુદા
જ્યારે સહસા આવી પડે છે કોઈ વિપદા
તો મુખ ફેરવી લે, સંબંધી જુદાજુદા
અસત્યને પક્ષે જાય છે બધા ચુકાદા
સત્ય માટે મંગાય છે પુરાવા જુદાજુદા
ખુરશીને લોભે નેતા બને પ્રિયંવદા
રામના નામે તરે પત્થરા જુદાજુદા
ખાદીના સ્વચ્છ કપડા, પણ છે મન ગંદા
ચાવવાના-દેખાડવાના દાંત જુદાજુદા
આ સંઘ કાશીએ પહોંચશે કદા ?
છે દરેક નાવિકના, કિનારા જુદાજુદા
નથી રહેતું અહી કોઈ સુખી સર્વદા
બદલે છે દુ:ખના પ્રકાર જુદાજુદા
દરિદ્રનારાયણને દે દ્વારેથી જ વિદા
પછી પૂજે નિષ્પ્રાણ પત્થરો જુદાજુદા
પસ્તાતા હશે ક્યારેક ઉપર બેઠા ખુદા,
વ્યર્થમાં મોકલ્યા પયંગબરો જુદાજુદા
અજ્ઞાનના તિમિર હણોને માં શારદા
આત્મા પર છે માયાના પડ જુદાજુદા
શા માટે ગઝલ રચો છો, પંચમદા?
સુલભ છે ઊંઘવાના ઔષધ જુદાજુદા
દરેક શેરમાં છે, અંદાજ જુદાજુદા
ક્ષણોના સરવાળાની જિંદગીની અદા
જેમાં હર ક્ષણે છે મિજાજ જુદાજુદા
દોસ્તો અને દુશ્મનોના ક્યાં નામ છે અલાયદા?
માત્ર બોલવાના છે, અલ્ફાઝ જુદાજુદા
ભલે હોય સર્વને માટે, સમાન કાયદા
રંક-રાયને માટે છે ગજ જુદાજુદા
કોઈ ધિક્કારે છે તો કોઈ થાય છે ફિદા
ચહેરા એક જ છે, છે મહોરા જુદાજુદા
નથી સાંભળવી કોઈને પોતાની નિંદા
પણ ચર્ચાય છે અન્યના દોષો જુદાજુદા
જ્યારે સહસા આવી પડે છે કોઈ વિપદા
તો મુખ ફેરવી લે, સંબંધી જુદાજુદા
અસત્યને પક્ષે જાય છે બધા ચુકાદા
સત્ય માટે મંગાય છે પુરાવા જુદાજુદા
ખુરશીને લોભે નેતા બને પ્રિયંવદા
રામના નામે તરે પત્થરા જુદાજુદા
ખાદીના સ્વચ્છ કપડા, પણ છે મન ગંદા
ચાવવાના-દેખાડવાના દાંત જુદાજુદા
આ સંઘ કાશીએ પહોંચશે કદા ?
છે દરેક નાવિકના, કિનારા જુદાજુદા
નથી રહેતું અહી કોઈ સુખી સર્વદા
બદલે છે દુ:ખના પ્રકાર જુદાજુદા
દરિદ્રનારાયણને દે દ્વારેથી જ વિદા
પછી પૂજે નિષ્પ્રાણ પત્થરો જુદાજુદા
પસ્તાતા હશે ક્યારેક ઉપર બેઠા ખુદા,
વ્યર્થમાં મોકલ્યા પયંગબરો જુદાજુદા
અજ્ઞાનના તિમિર હણોને માં શારદા
આત્મા પર છે માયાના પડ જુદાજુદા
શા માટે ગઝલ રચો છો, પંચમદા?
સુલભ છે ઊંઘવાના ઔષધ જુદાજુદા
No comments:
Post a Comment