અષાઢ માસસ્ય પ્રથમે દીવસે...
અષાઢ માસના આ પહેલા દિને...
ચલો, કંઇક યાદ કરાવુ આપ સૌને.
એ પણ એક સમય હતો, કલીદાસનો...
જ્યાં એક યક્ષ દૂત બનાવે વાદળને.
વરસાદની રીમઝીમમાં વધતી જતી
વિરહ વેદના નો સંદેશો પ્હોચાડે પ્રિય જનને.
G.P.S. વગર, હવાઇ માર્ગે, અલકાનગરી
જવાનો રસ્તો સમજાવે 'મેઘદૂત'ને...
પછી આવ્યું 'મૈંને પ્યાર કિયા' નુ કબૂતર...
જે મળાવે છે પ્રેમ અને સુમનને.
આજે કબૂતર અને મેઘદૂતના જમાના ગયા...
હવે તો મોબાઇલ સુલભ છે સૌને.
જથ્થાબંધ S.M.S. અને કલાકો સુધી
મોબાઇલ પરની વાતો, ઓછા પડે છે પ્રેમીજનોને...
મોબાઇલ તો ઠીક છે...
પણ આવા મૌસમમાં, દીલ તો માંગે છે...
મેઘને પણ દૂત બનાવવાનાં ગાંડપણને.
થરક થરક નાચતા મયૂરપંખી સાથે
તાલ મેળવીને ધડકવાનુ સૂઝે છે આ દીલને...
અને જ્યારે...
શબ્દોથી પર, મૌનની પેલે પાર...
ન કહેવાયેલ વાતો સમજાય છે હ્રદયને
ત્યારે મનિષ, મેઘદૂત, કબૂતર, ટપાલ...
કે મોબાઇલની શું જરૂર છે લોકોને?