છીએ તેવા જ ઠીક
છોને કરતા સ્વામી, રોજ રોજ માથાઝીંક
પણ અમે બંદા તો જેવા છીએ તેવા જ ઠીક
આ પરીક્ષા જો પતે ઝટ ઝટ
તો અમારી હોય છે એક જ રટ
કે, "સ્વામી ! હવે જલ્દીથી આપો ને cut"
નથી શીખવું CorelDraw, કે C programming ની ટ્રીક
અમે બંદા તો જેવા છીએ તેવા જ ઠીક
અમારો આદર્શ નથી સંજીવ ટોપીવાલા
ડિગ્રી પછી નોકરી મળશે જો હઈશું લાગવગવાળા
પણ સ્વામી બને છે 'ભેંસ આગળ ભાગવત' વાળા
કાન અમારા બે છે, અને ચામડી છે અમારી thick
તેથી જ, અમે બંદા તો જેવા છીએ તેવા જ ઠીક
સભા હોય કે college , અમે તો પુરાવીએ proxy
કેમ કે, નથી થાવું અમારે કાંઈ નીરવ ચોકસી
college bunk કરાવી એ જ તો અમારી છે policy
ભણતર માં નથી લાવવી value અમારે peak
એટલે જ, અમે બંદા તો જેવા છીએ તેવા જ ઠીક
vacation માં નહિ કોઈ activity creative
નથી કરવું અમારે thinking positive
અનાદિ થી જ અમારું nature તો છે passive
"Industry માં શું કરીશું?" એવી નથી અમને બીક
માટે જ, અમે બંદા તો જેવા છીએ તેવા જ ઠીક
નથી કરવું જીવનના goal નું setting
કે પછી નથી વિકસાવવી skill of listening
ન time - management કે ન અભ્યાસનું planning
અનંત સમય છે, છો ને ઘડિયાળ કરતુ રહે tick tick
પણ તો યે .... અમે બંદા તો જેવા છીએ તેવા જ ઠીક
વ્યર્થ માં વહાવે છે વાણી
જાણે પત્થર ઉપર પાણી
feast માં જમીશું અમે તો તાણી - તાણી
છો ને સ્વામી કહેતા "થોડું ઓછું ખાવું ઠીક"
પણ અમે બંદા તો જેવા છીએ તેવા જ ઠીક
નથી આપવી GMAT કે નથી આપવી GATE
અમારે તો કરાવી છે બસ મનભરીને chat
ચાલો ઘનશ્યામ કાકા ને ત્યાં, જોવાને Worldcup Cricket
નથી શીખવી અમારે effective reading ની technique
એ ..... ને અમે બંદા તો જેવા છીએ તેવા જ ઠીક
બસ, હવે આ કવિતાનો અંત છે નજદીક
આમ તો, આ કવિતા રજુ કરવાનું ન હો'તું લેવું risk
અમે તો સુધરવાનું પણ વિચાર્યું, ત્યાં તો આવી અમને છીંક
એટલે છોને સ્વામી, રોજ રોજ કરતા માથાઝીંક
પણ અમે બંદા તો જેવા છીએ તેવા જ ઠીક
Title inspired from title of a drama written by K M Munshi
Presented on 31st Dec 1996 "Welcome 1997" Ice-cream Party, after "Censor Board" (Swamiji's) approval. Nadiad APC.
No comments:
Post a Comment