'એ' - ગુલાબ
મારી આ કવિતાનું પ્રેરક છે બગીચાનું એ ગુલાબ
મદમસ્ત મઘમઘતી સુરભિથી છલકતું એ ગુલાબ
કોઈ માસુમ બાળકનાં રતુંબડા ગાલ જેવુ એ ગુલાબ
શિયાળાની સવારે ઝાકળબિન્દુથી તગતગતું એ ગુલાબ
સુર્યનાં કોમળ કીરણોમાં ઝળહળતું એ ગુલાબ
વર્ષામાં ભીંજાયેલી કોઇ તરુણીન રૂપ જેવુ એ ગુલાબ
પણ...
'એ' નું આગમન થતા જ ઝંખવાઇ ગયું તે ગુલાબ
'એ' સમીપ ગયા ને જાણે છોભીલું પડી ગયું તે ગુલાબ
'એ' નો મૃદુ સ્પર્શ થતાં જ શરમાય ગયું તે ગુલાબ
'એ' ની સાદગીસભર સુંદરતા સામે ઝુકી ગયું તે ગુલાબ
ન પરી ન અપ્સરા છતાં, 'એ' નાથી હારી ગયું તે ગુલાબ
કહો કહો, મનિષની કલ્પનાનું કોણ 'એ'? સુમધુર ગુલાબ.
1 comment:
Good Manish
Post a Comment