Thursday, April 06, 2006

સમણું

સમણું

દિન-પ્રતિદિન થતુ બમણું
મારું એક નાનું નમણું સમણું...

પાંપણના દરવાજે પ્હોંચીને
ડોરબેલ વગાડતું સમણું...

રોજ નીંદ્રારાણીની મહેફીલમાં
અવનવા આકાર લેતુ સમણું...

આંખોની કીકીઓમાં સપ્તરંગી
પ્રતીબીંબ પાડતુ તે સમણું...

કલ્પનાના રંગે, આશાને સંગે
અજાયબ દુનિયામાં લઈ જતુ સમણું...

અને ઊંઘ ઉડતા જ આંખોના
બધા બંધ છલકાવી દેતુ સમણું...

કવિઓને કંઇ કેટલીયે
કવિતાઓ લખાવતું સમણું...

ઉમળકાનાં ઉછળતા સાગરમાં
લહેર લહેર લહેરાતું સમણું...

પણ કઠોર હકીકતનાં ખડકો સાથે
અથડાતું, વીખેરાઈ જતુ સમણું...

મળે રોજ તો પણ કેવું
લાગે જાણે કે, પરાયું સમણું...

અથાક પ્રયત્નો માટે ઉત્સાહ
આશા ભર્યા મૃગજળ પાતું સમણું...

જિંદગી પુરી થઈ જતી પણ
રહી જતુ અધુરું સમણું...

ક્યારેક, ક્યાંક, કદાચ ભુલથી
હકીકત બની જતું સમણું...

ત્યારે દીવસ રાતનો ભેદ
ભૂલાવતું, મિટાવતું સમણું...

પરીશ્રમનાં પ્રસ્વેદબિંદુઓમાં
ઝીલાઇને મુસ્કારાતું સમણું...

પણ પછી જીવનને
ધ્યેયહીન કરી દેતું સમણું...

મનમાં ઉઠતો એક જ સવાલ્
ક્યાં ગયું, મારું એ સમણું?

સમણું એ સમણું હોય તો જ
યોગ્ય લાગતુ સમણું...

નીંદ્રાના આરે, મનિષની શુભેચ્છાઓને સહારે
આવે તમને પણ કોઇ મધુરું સમણું.