આવી જ એક ભીની ભીની વરસાદી રાત હશે...
વરસાદ થંભી ગયો હશે, પણ વાતાવરણમાં ભીનાશ હશે...
ધક ધક થતા દીલમાં પીયુ મીલનની આશ હશે...
કાન પણ એનો ધ્વનિ સાંભળવા આતુર હશે...
આંખોમાં યૌવનનાં સોનેરી મુગ્ધ સ્વપ્નાઓ હશે...
અને ચહેરા પર શરમની સુરખીથી લાલાશ હશે...
ચંદ્ર તો વરસાદી કાળા વાદળ પાછળ છુપાયો હશે...
પણ ચંદ્ર પરથી એક સ્માર્ટી રાજકુમાર આવ્યો હશે...
તે બધાથી - આખા ટોળાથી કંઇક અલગ જ હશે...
તેને પામવા માટે અમ સખીઓમાં હરીફાઇ હશે...
પછી સરોવર કાંઠે તેમણે સૂરીલો સૂર છેડ્યો હશે...
બધાનાં પ્યાસા હૈયા ગોપીઓની જેમ દોડી જશે...
ચળકતા પીળા લીંબૂ કલરનાં ડ્રેસમાં 'એ' ખૂબ હેન્ડસમ લાગતો હશે...
બિલકુલ 'રંગીલા'નાં મુન્નાભાઇ જેવો દેખાતો હશે...
મને જોઇને તેમના મોઢામાંથી સીટી સરી પડી હશે...
આ અણસમજ લોકો તેને આર.ટી. નુ ડી.ડી. કહેતા હશે...
No comments:
Post a Comment