Monday, June 18, 2007

સૂપડું

કેટલાક લોકો કેમે કરીને સમજતા જ નથી.
કે, તેમની હસ્તી અહીં કાયમ માટે નથી.

બધા લોકો જેવા છે, ભલે તેવા જ સારા છે.
આપણી હાજરી અહીં તેમને સુધારાવા માટે નથી.

અને આમ જુઓ તો,
આપણું ધાર્યુ ક્યાં હંમેશા થતુ હોય છે?
પણ...
શુભેચ્છકો નો સાથ-સહકાર ભૂલી જવા માટે નથી.

કદાચ દરેક વ્યક્તિ આપણી કદર ન પણ કરે
કોઇકનું સસ્મિત થેન્ક્સ કંઇ અવગણવા માટે નથી.

હાફૂસ કેરીના સ્વાદ જેવી ખટ્ટમીઠ્ઠી છે જિંદગી
તે વિતેલી કડવી વાતોને વાગોળવા માટે નથી.

વિરાટ વિશ્વમા છું એક નાનું અમથું બિંદુ હું
આ બિંદુનુ અસ્તિત્ત્વ ફરિયાદો કરવા માટે નથી.

દરેક સફળ માણસ તેની ભૂલોમાંથી જ તો શીખે છે
આપણી અજાણતા થયેલી ભૂલો વખોડવા માટે નથી.

ઉજ્જવળ ભાવિની આશા,ભવ્ય ભૂતકાળનું ગૌરવ
ભલે હોય, પરંતુ વર્તમાનની આ ક્ષણ વેડફવા માટે નથી.

હોઠો પર રહે હંમેશા જિંદાદીલ, મધુર મુસ્કાન
મનિષ
એથી વધુ અપેક્ષા પ્રભુની, તારી પાસેથી નથી.

1 comment:

Anonymous said...

wah ! kavishree... tame to ekdum spiritual guru thai gaya :)