દીલ હૈ છોટા સા છોટી સી આશા...
માર દીલમાં છે એક જ આશ,
એવી કોઇ કવિતા હોય કાશ...
જેમાં ન હોય છંદ ન અલંકાર ન પ્રાસ...
જેમાં હોય હ્રદય ની સુકોમળ લાગણીની ભીનાશ...
જેમાં દીલનાં સ્પંદનો વ્યક્ત કરવા હોય મોકળાશ...
જેમાં શબ્દો અને ભાવો રમતા હોય રાસ...
માર દીલમાં છે એક જ આશ,
એવી કોઇ સ્થળ હોય કાશ...
કે જ્યાં આનંદ જ આનંદ હોય આસપાસ...
જ્યાં મનુષ્યની લાગણીઓને હોય અવકાશ...
થાક્યો પાક્યો માણસ જ્યાં 'હાશ'
જ્યાં રસ્તો પહોંચે મંઝિલની પાસ.
માર દીલમાં છે એક જ આશ,
એવી કોઇ સમય હોય કાશ...
કે, ન થાય કોઇ ગરીબ્-લાચાર નો ઉપહાસ
ન હોય કોઇ માલિક કે ન કોઇ દાસ
જ્યારે ન થાય માનવીય મૂલ્યોનો હ્રાસ
જ્યારે મનુષ્યનાં દીલમાં ન રહે સંક્ળાશ
છે મને આવા સ્થળ અને સમયની તલાસ
શું મનિષ ની આ આશ પુરી કરશે અવિનાશ ?
3 comments:
મારો અનુભવ છે કે 'પૂરા થવાની શર્ત' વગર જોયેલા સપનાઓ જલ્દી સાકાર થાય છે.
હું આશા રાખું કે તમારા દીલની આશાઓ અવિનાશ જરૂર પૂરી કરે.
Mane lage chhe ke bY 2020 tamari asha ghani khari puri thase..
Koik to ena mate kam kare chhe!!
Pan tame shu karyu tena mate? Te pan vicharvu jaroori chhe.
Very Nice. sweet and simple. chhoti si aasha
Hiral
Post a Comment