Showing posts with label Spiritual. Show all posts
Showing posts with label Spiritual. Show all posts

Sunday, April 24, 2016

ખ-ક1

મારું હાળું, એના મગજમાં શું ય ભૂત પેઠું ?
તે આ આકાશ, એક વાર કવિતા લખવા બેઠું 

મેહુલની હારે, વીજળીના અજવાળે
આજે આકાશ ચડ્યું કવિતાને રવાડે
છુપાયો વાદળ પાછળ સવિતા
ને ઘોડાપુર સાથે દોડી સરિતા

ગગનની ગર્જના થતા, ઝરણું તો જાય નાઠું
આ આકાશ, એક વાર કવિતા લખવા બેઠું 

હરિત વસ્ત્રે શરમાણી  આ ધરા
પણ નભ-કથા ના સમજી જરા
બારી વગરના દીવાનખંડને સજાવવા
વિરાટના વૈભવને કચકડે કંડારવા

કોઈક કલારસીકે કેમેરાને ક્લિક કીધું
આ આકાશ, એક વાર કવિતા લખવા બેઠું 

વ્યર્થ વાતો નદી ઝરણા આગળ
કદાચ થોડુક સમજ્યો સાગર !
ન સમજ્યા ધરતી, ચંદ્ર કે રવિ
એ વાત સમજી ગયો એક કવિ

ઇન્દ્ર-ધનુષ સેતુ વાટે આકાશ અવતર્યું હેઠું
આ આકાશ, એક વાર કવિતા લખવા બેઠું 

"ક્યારેક ઉદય તો ક્યારેક અસ્ત,
છેવટે તો બધું થતું કાળગ્રસ્ત
ચાહે હોય શ્યામ વાદળોની ઘટા
કે હોય સંધ્યા - ઉષા ની વૈભવી છટા

પણ મુજ સ્થિતપ્રજ્ઞને મન એ બધું સરખું
આ આકાશ, એક વાર કવિતા લખવા બેઠું 

"હિમત નવ હારજે કદી, તું વિપતીમાં
ગુલમહોર ખીલે કાળઝાળ ગરમીમાં
કશું નથી અહીં સનાતન શાશ્વત
જે બને તે જોયે રાખ તું સાક્ષીવત

જે આજે છે ચડતીમી, તે કાલે પડતું હેઠું
મનિષ મારું આ ખ-કવન લોકોને  કહેજે તું "

મારું હાળું, એના મગજમાં શું ય ભૂત પેઠું ?
તે આ આકાશ, એક વાર કવિતા લખવા બેઠું 

Sunday, July 05, 2015

જુદા - જુદા

આ ગઝલના છે સર્વ શેર જુદાજુદા
દરેક શેરમાં છે, અંદાજ જુદાજુદા

ક્ષણોના સરવાળાની જિંદગીની અદા
જેમાં હર ક્ષણે છે મિજાજ જુદાજુદા

દોસ્તો અને દુશ્મનોના ક્યાં નામ છે અલાયદા?
માત્ર બોલવાના છે, અલ્ફાઝ જુદાજુદા

ભલે હોય સર્વને માટે, સમાન કાયદા
રંક-રાયને માટે છે ગજ જુદાજુદા

કોઈ ધિક્કારે છે તો કોઈ થાય છે ફિદા
ચહેરા એક જ છે, છે મહોરા જુદાજુદા


નથી સાંભળવી  કોઈને પોતાની નિંદા
પણ ચર્ચાય છે અન્યના દોષો જુદાજુદા 

જ્યારે સહસા આવી પડે છે કોઈ વિપદા
તો મુખ ફેરવી લે, સંબંધી જુદાજુદા 

અસત્યને પક્ષે જાય છે બધા ચુકાદા
સત્ય માટે મંગાય છે પુરાવા જુદાજુદા 

ખુરશીને લોભે નેતા બને પ્રિયંવદા
રામના નામે તરે પત્થરા જુદાજુદા 

ખાદીના સ્વચ્છ કપડા, પણ છે મન ગંદા
ચાવવાના-દેખાડવાના દાંત જુદાજુદા 

આ સંઘ કાશીએ પહોંચશે કદા ?
છે દરેક નાવિકના, કિનારા જુદાજુદા 

નથી રહેતું અહી કોઈ સુખી સર્વદા
બદલે છે દુ:ખના પ્રકાર જુદાજુદા 

દરિદ્રનારાયણને દે દ્વારેથી જ વિદા
પછી પૂજે નિષ્પ્રાણ પત્થરો જુદાજુદા 

પસ્તાતા હશે ક્યારેક ઉપર બેઠા ખુદા,
વ્યર્થમાં મોકલ્યા પયંગબરો જુદાજુદા 

અજ્ઞાનના તિમિર હણોને માં શારદા
આત્મા પર છે માયાના પડ જુદાજુદા 

શા માટે ગઝલ રચો છો, પંચમદા?
સુલભ છે ઊંઘવાના ઔષધ જુદાજુદા 

Sunday, May 03, 2015

શૈલેશ

અહીં તો ચારેબાજુ ઠેરઠેર
કુદરતી સૌન્દર્ય છે વેરવિખેર

રાત્રે તારાઓનું અદ્ભુત સંગીત
સવારે ઉગતી ઉષાનું મધુરું ગીત

ફૂલો પર ઝાકળના ભીના હસ્તાક્ષર
ક્યારેક ધુમ્મસની પથરાય ચાદર.

સાંજે વાદળોની અવનવી ઘટા
બીજનો ચંદ્ર જાણે શીવજીની જટા

વિરાટ વૈભવનો માલિક હિમાલય
જાણે પરમ શાંતિસભર શિવાલય

અલકનંદાનું ઠંડુ ઠંડુ પાવન પાણી
ખળખળ વહેતા ઝરણાની મીઠી વાણી

મૌન સૃષ્ટિના સુરીલા સાઝ
મુક સંદેશ આપે છે નગાધિરાજ

બર્ફીલા પહાડો પાછળ નીલું આકાશ
મંદિરમાં આરતી દીપનો દિવ્ય પ્રકાશ

સાત્ત્વિક પાવન, પવિત્ર આબોહવા
દિલમાં જન્મે શુભ સંકલ્પ અવનવા

જય બાબા અમરનાથ  

Friday, May 01, 2015

Snapshot

જિંદગી ની હર પલ.....ગુજરે બસ આમ જ ..

આનંદ, શાંતિ સંતોષ   ....
એ સ્મિત  ....
સૂર્યોદય સમયે પંખીઓનો કલરવ  ....
એ સંધ્યાનો સોનેરી પાલવ....
ખળખળ  વહી જતા ઝરણાઓ ....
દોડી જતી સરિતાઓ ....
પર્વતોના ઉતુંગ શિખરો ....
હારાબંધ ઉડી જતા પક્ષીઓ
તો ક્યાંક ....


તો ક્યાંક વળી ,
માનવીની આંખોમાં ટપકતી લાચારી ....
એ જુઠા વચનો ....
એ કદી સાકાર ન થનારા સ્વપનાઓ ....
એ દેવાના ડુંગરો ....
એક બાપની લાચારી ....
એક કામદારની લાચારી ....
એક બેકાર યુવાનની લાચારી ....
એ પેટનો ખાડો  ....
એ મજબુરી
તુચ્છકાર , વેદના , આત્મધિક્કારની ખીણ ....

આ બધાથી
અલિપ્ત ....
કોઈક યોગી....
કોઈક સાક્ષી, કોઈક કર્મિષ્ઠ, કોઈક નિર્લેપ ....
ન સુખી, નાં દુ:ખી ....
આંતરખોજને વરેલ ....
તરણા ઓથેથી ડુંગર શોધનાર ....

જિંદગી ની હર પલ.....ગુજરે બસ આમ જ ..

હર પલ.... આ પૃથ્વી પર ....
કોઈ છે સુખી, કોઈ ઉન્મત્ત , કોઈ દુ:ખી - લાચાર
અને કોઈ આનંદી અલિપ્ત
જિંદગી ની હર પલ.....ગુજરે બસ આમ જ ....

Time t = 0

ભૂત અને ભવિષ્ય ને ભૂલીને જીવીએ
ચાલોને આ ક્ષણમાં જીવીએ 

એ મધુર સંસ્મરણોની યાદો ભૂલીને
અનાયાસે થઇ ગયેલી ભૂલો ભૂલીને
"જો આમ થયું હોત તો કાશ ..."
કહી, નશીબને દોષ ના દઈએ
આવનારી તકો ઓળખીએ
ચાલોને આ ક્ષણમાં જીવીએ

ભવિષ્ય માટેની સોનેરી કલ્પના
પણ તે તો છે અમૂર્ત શમણાં
સાકાર તેમને કરવાને માટે
પુરુષાર્થ લગનથી કરીએ
બસ હવે તો મંડી જ પડીએ
ચાલોને આ ક્ષણમાં જીવીએ

કહો મને એક આ ક્ષણ સિવાય
જીવન બીજું છે પણ શું ?
ન ભૂત ન ભવિષ્ય ન વર્તમાન
તું તો છે આ બધાની પેલે પાર
આજ અને કાલનો ભ્રમ છોડીને
નિત્ય નૂતનકાળમાં જીવીએ
ચાલોને આ ક્ષણમાં જીવીએ


Sunday, April 07, 2013

Hearts

આમ જુઓં તો કશું જ નથી ને આમ જુઓં તો....

કોઈ દિવસ કોઈ પર ગુસ્સે થયા
તેમાં શું?
અકળાયા, ફરિયાદ કરી, ન બોલવાના વેણ કહ્યા
તેમાં શું?
તેમાં હૈયાં નંદવાયા 
આમ જુઓં તો કશું જ નથી ને આમ જુઓં તો....

કોઈ દિવસ ગુસ્સાની અભિવ્યક્તિ દબાવી 
સરસ  
શાંતિ, સમતા અને ક્ષમા વડે સંબંધોની સુવાસ જાળવી 
સરસ 
પણ પછી હૈયાં  ધૂંધવાયા 
આમ જુઓં તો કશું જ નથી ને આમ જુઓં તો....

આ જુઓંને નાના નાના ભુલાકાવ કેવા નિર્દોષ 
બરાબર 
પળમાં ઝગડે ને પળમાં દોસ્ત, હવે તેઓ મોટા થયા
બરાબર 
હવે તેમના હૈયા બદલાયા 
આમ જુઓં તો કશું જ નથી ને આમ જુઓં તો....

એ  રોજ બરોજની ઘટમાળમાં પરોવાઈ ગયા 
ઓહ!
સંબંધોના ગણિત ગણવામાં ગુચવાઈ ગયા 
ઓહ!
હૈયાં બીજા માટે ધડકવાનું ભૂલી ગયા 
આમ જુઓં તો કશું જ નથી ને આમ જુઓં તો....

સાગરની એક લહેરને જ્યારે પોતાના સ્વરૂપનું ભાન થયું 
એમ !
શા માટે અહીં આવ્યા છીએ તેનું જ્યારે જ્ઞાન થયું 
એમ!
ત્યારે હૈયા ધડકતા અટક્યા 
આમ જુઓં તો કશું જ નથી ને આમ જુઓં તો.... 


Saturday, April 21, 2012

એકાંકી

આકાશની રંગભૂમિ ને આ સલૂણી સંધ્યાએ સોનેરી રંગોથી શણગારી દીધી.
પવનની હારે હારે હળી કાઢતા વાદળો સાથે સુરજ રમવા લાગ્યો સંતાકૂકડી.
છેવટે સુરજ ક્ષિતિજની પેલે પાર લકાઇ ગયો, વાદળો ના પહોંચી શકે જ્યાં સુધી.
Good Night કહીને આકાશના રંગમંચ પરથી સંધ્યાએ વિદાય લઇ લીધી.
અને જુઓ ચંદ્ર, તારાઓ, ગ્રહો અને નક્ષત્રોએ વારાફરતી Entry પાડી દીધી.
માળા તરફ જતા પંખીઓએ એમની Entry મધુર કલશોરથી વધાવી લીધી.
દૂર મંદિરમાં આરતીના ઘંટનાદનું સંગીત શરુ થયું ને મસ્જીદમાં બાંગ પોકારાઈ.
વધુ એક દિવસ ઓછો થયો જિંદગીનો, અંધકારના ઓળા ઉતર્યા અવનિ પર.

આજે પણ તમે ના જ આવ્યા - હા, રોજની જેમ તમારી યાદ આવી ગઈ.
આજે નહિ તો કાલે, ક્યારેક તો પધારશોને પ્રભુ, મુજ મનમંદિરે?
એવી અખૂટ શ્રધા સાથે હું રાહ જોઇશ, તમારી અનંત સમય સુધી.
કેમ કે, ખાતરી છે મને કે, જ્યારે હટશે સુવર્ણમય પાત્ર માયાનું,
ત્યારે સોનેટ લખી રહેલ આ "શાહજહાં" ને નેપથ્યમાં છુપાયેલ એ શાહજહાંના
જરૂર દર્શન થશે,  જરૂર દર્શન થશે, જરૂર થશે જ, શું નહિ થાય?

Sunday, March 11, 2012

Amrut Mahotsav - 3

બાપા, જોડી દો આ જીવને શિવ સાથે અક્ષર - પુરુષોત્તમની જેમ
અમારી નૈયા પણ તારી દો, ભવસાગરમાં જોબન પગી ની જેમ
અમારું જીવતર વલોવીને કાઢી અપ્પો અમૃત, સમુદ્રમંથન ની જેમ
બધું જ બદલાયું છે અને બાપા, બદલી નાખો બધું જ જે છે જેમનું તેમ


જો કે, અમૃતને પામવા માટે તો વિષ પણ પચાવવું પડે
હે 'નીલકંઠ વરણી ને રોમે રોમમાં ધારણ કરનારા' !
પચાવી દો અમારા જીવતર વિષને નીલકંઠ શમ્ભુ ની જેમ
બધું જ બદલાયું છે અને બાપા, બદલી નાખો બધું જ જે છે જેમનું તેમ


અમૃતના અમૃત મહોત્સવે માત્ર એક જ પ્રાર્થના કે -
મહાબળવંત માયા ભગવાનની અમને તો ન વ્યાપે
                                                                ન વ્યાપે
                                                                ન જ વ્યાપે

એ જ નમ્ર ગુજારીશ સાથે આપના ચરણકમળોમાં
                               અમારા સૌના કોટી કોટી વંદન !

HDH Pramukh Swami Maharaj Amrut Mahotsav - part 3 of 3



Friday, March 09, 2012

Amrut Mahotsav - 2

બધું જ બદલાયું છે અને છે છતાં સર્વ જેમ હતું તેમ 

અમને સત્સંગનો યોગ તો થયો, પણ માયાના આવરણો છે જેમના તેમ
આપનો યોગ થયો એ પ્રાપ્તિ તો બહુ મોટી થઇ છે
પણ શ્રેયના માર્ગમાં પ્રેયના વિઘ્નો આવતા જ રહે છે જેમના તેમ
બધું જ બદલાયું છે અને છે છતાં સર્વ જેમ હતું તેમ 

આત્મા ને તો સત્સંગ અતિશય રૂડો લાગે છે
પણ... 'સ્વામીની વાતો' માં લખ્યું છે તેમ
મનને તો ઘરનો ઉંબરો ઓળંગવો પડે તે જ લાગે છે કરોડો જોજનની જેમ
અને તનને? ધર્મગ્રંથો ખુલતા જ ઊંઘ ચડે છે, ભગતજી મહારાજની પોથી ખુલતી તેમ
બધું જ બદલાયું છે અને છે છતાં સર્વ જેમ હતું તેમ 

હજુ પણ મન શોધે છે, બીજાના દોષો - પહેલાની જેમ
મનની ચંચળતા તો એવી છે જાણે દારૂ પીધેલ વાંદરાની જેમ
આરતી, અષ્ટક બોલવામાં, માત્ર જીભ જ હાલે છે, યંત્રની જેમ
બધું જ બદલાયું છે અને છે છતાં સર્વ જેમ હતું તેમ 


HDH Pramukh Swami Maharaj Amrut Mahotsav - part 2 of 3
To be Continue...

Wednesday, February 29, 2012

Amrut Mahotsav - 1

જેમ દીવડાના પ્રકાશથી સુરજને દેખાડવો
તેમ આપની જ શક્તિથી આપ વિષે કંઇક લખવું
છતાં એક કીડીથી સાકરનો હિમાલય ખાવો અશક્ય છે
તેમ આપનું જીવન, કવનમાં સમાવવું અશક્ય છે


આકાશના તારાઓનું પ્રતિબિંબ તો દર્પણમાં ઝીલીએ
પણ તે અગણિત તારાઓને ખોબામાં સમાવવા અશક્ય છે
તેમ આપનું જીવન, કવનમાં સમાવવું અશક્ય છે


યોગીબાપા અને શાસ્ત્રીજી મહારાજ જેવી કમાનથી ધક્કો પામેલ
એક તીર
બધાને બ્રહ્મરૂપ બનાવતા બનાવતા,
આજે અમૃત મહોત્સવના આરે જઈ
અમૃત કુમ્ભમાંથી
અમૃત વરસાવશે ત્યારે
તેમની જ આપેલ
પ્રેરણાશક્તિથી
તેમના જ ચરણોમાં
મનિષ પંચમતિયા ની
એક નમ્ર પ્રાર્થના....

HDH Pramukh Swami Maharaj Amrut Mahotsav - part 1 of 3
To be continue......

Sunday, February 26, 2012

Prayer - 3

હે સ્વામી ! આ થોડી પ્રાર્થના કરું છું, સાંભળશો ને?

અમારું જીવન આ સંસારના દરિયામાં જયારે અટવાય જાય છે,
ત્યારે આપના જીવનની દીવાદાંડી જ અમને સન્માર્ગે દોરી જાય છે.

શિક્ષાપત્રી અને વચનામૃત એ બધું અમારા માટે તો Theory છે,
જ્યારે આપનું જીવન એ જ એનો ખરો Practical છે.

અમે તો વ્રત લઈએ પણ કેવા? વારંવાર ભંગ કરીએ એવા!
અમને પણ સ્વામી આપો...ને આપના જેવી જ દ્રઢ નિષ્ઠા
                                                           શિક્ષાપત્રીના વચનો પાળવા.


આપે નથી કર્યુ સંસ્કારોનું સિંચન જ માત્ર ઉગતી પેઢીમાં,
પણ સાથોસાથ,
ચડાવ્યા છે કાંઠા, સાંઠી વટાવી ચૂકેલા એ ઘડાઓમાં.

ક્યાં ઘરેણાંના બાહ્ય દેખાવને જોઇને મોહી પડનારા અમે?
અને ક્યાં એક કુશળ સોનીની જેમ તેમાં રહેલા સોના જેવા
                                                             પ્રભુને ખોળનારા તમે?


અમે તો અંધારામાં દોરીને પણ સાપ માની ડરનારા,
જ્યારે તમે જ્ઞાનના પ્રકાશથી અમને સાચું ભાન કરાવનારા.


અમે તો કૂપમૂંડકની જેમ માત્ર અમારું જ વિચારનારા,
જ્યારે તમે તો સમગ્ર વિશ્વના કલ્યાણ માટે જ દુનિયામાં વિચરનારા.


અરે! સ્વામી અનેકના બદલાય ગયા છે જીવન ધ્યેય ,
                     આપના વક્તવ્ય અને પત્રો દ્વારા,
અરે! ઘણા તો મેળવે છે પ્રેરણા આપના નિર્દોષ હાસ્ય દ્વારા.


જયારે કોઈ થાકી હારીને સહારો લે છે નિરાશાનો ,
ત્યારે તમે જ સ્વામી આશાનો સંચાર કરી, બતાવો છો 
                                                  રસ્તો અક્ષરધામનો .


જીવવાના તો છો ખુબ લાંબો સમય લોકોના હૃદયમાં સુક્ષ્મ રૂપે,
પણ અમે તો પ્રભુને પ્રાર્થીએ કે રહો લાંબો સમય અમ સાથ સ્થૂળ રૂપે.


મોરસના હિમાલયમાંથી આ એક કીડી ખાઈ-ખાઈ ને તે વળી 
                                                    કેટલું ખાઈ શકવાની? 
તેમ આપના ૭૪ વર્ષના દિવ્ય જીવન વિષે અમે કહી-કહીને 
                                                    કેટલું કહી શકવાના? 


હા, પણ સ્વામી એટલું તો જરૂર કહેવાના જ કે,
"આજના આ પવિત્ર દિને આપને અમારા અંત: કરણ પૂર્વકના
                                                     કોટી કોટી વંદન".

                                                     અસ્તુ.



Wednesday, February 22, 2012

Prayer - 2

Difficulties are stepping stone to success
Success is a series of steps slowly taken

એક રજકણ સુરજ થવાને શમણે ઉગમણે જઈ ઉડે.
તેમ...
અમારા પગ નિયમપાલનના ખાંડાની ધાર જેવા રસ્તે ડગુમગુ પડે.
પણ અમૃત નો છંટકાવ થતા જ બમણા ઉત્સાહ અને જોમથી પગ ઉપડે.
બીજાને માટે તો નિયમના પથ્થરો ગડથોલિયું ખવડાવનારા થઇ પડે.
પણ...
આપની કૃપાથી નિયમના પથ્થરો અમ માટે પગથીયા થઇ પડે.
અને નિયમરૂપી એક એક પગથીયું મળીને અક્ષરધામ જવાની સીડી થઇ પડે.
એ જ પ્રાર્થના સહ નડિયાદ છાત્રમંડળ ના શીશ આપના ચરણે નમી પડે.....


- નડીયાદ છાત્રમંડળ


( HDH Pramukh Swami Maharaj's 75th Birthday. Amrut Mahotsav. The birthday card was made in pyramid shape and it had steps. This poem was written on it. ) 

Tuesday, February 21, 2012

Prayer - 1

કોલેજ માં આવ્યા પછી, કવિતાઓ લખવાનું શરુ કર્યું, તેમાં મુખ્ય પ્રેરણા પરમ પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજ ની હતી. પરમ પૂજ્ય બાપા વિશેની મારી પ્રથમ કવિતા : "પ્રાર્થના".  આ કવિતા પૂજ્ય બાપાના પ્રાતઃ ભ્રમણ વખતે, મારા વતી અન્ય છાત્ર એ રજુ કરી હતી. કેમકે,  ડી.ડી.આઈ. ટી. કોલેજમાં મારી ઇન્ટરનલ પરીક્ષા ચાલુ હતી. પછીથી જાણવા મળ્યું કે, સ્વામી બાપાને આ કવિતા ખુબ જ ગમી હતી. પછીથી પણ તેમણે મારી કવિતા ને ફરીથી યાદ કરેલ. હું તો નવો નિશાળીયો કવિ હતો, પણ છતાં મારી સરળ કવિતા માટે પણ સ્વામી બાપાએ મને પ્રોત્સાહન આપ્યુ. આવો આજે એ કવિતા માણીએ.



સ્વામીજી, આપને કંઈ કહેવા પ્રયત્ન કરું છું
પણ કેમ કહેવું તે ના સૂઝતા થોથવાયા કરું છું
છેવટે કાલીઘેલી ભાષામાં આ કવિતા રજુ કરું છું.

આપનું અહીં નડિયાદ મુકામે વારંવાર આગમન થવા દેજો
નડિયાદ એ.પી.સી.  પર આપની મહેરની વર્ષા થવા દેજો.

અમે આપના જ બગીચાનું ફૂલ છીએ
આ ફૂલ પાસે સમાજને ઘણી.... બધી અપેક્ષાઓ છે
એ અપેક્ષાઓ પૂરી કરવા કૃપયા બળ દેજો.

મહેનત-પરિશ્રમ અમે કરીશું, તમે પ્રેરણા આપજો
માટીમાંથી મૂર્તિ અમે બનાવીશું, તમે માત્ર પાણી રેડજો.

જયારે અમે ડૂબી જઈએ ઘોર નિરાશામાં,
ત્યારે તમે જ આશાનો સંચાર અમ જીવનમાં કરી દેજો.

જયારે અમે દિશા ચુકી જઈએ ત્યારે તમે જ
અમને સન્માર્ગે વાળવા માટે ધ્રુવ તારો બની જજો.

જે રીતે આપે વિદેશમાં ભારતીય સંસ્કૃતી ફેલાવી છે
તે જ રીતે અમારા હૃદયમાં  પણ જ્ઞાનનો પ્રકાશ ફેલાવી દેજો.

સ્વામી, સંતો અંદ હરિભક્તોની લઇ અનુમતિ,
મનિષ કરે છે અહીં કવિતાની પુર્ણાહુતી






Sunday, October 21, 2007

Move आह से आहा तक !

Move आह से आहा तक !

परेशानियों से लेकर प्रशांति तक
मेरी सफर है आह से आहा तक
जब असार संसार को समजा मैंने
शिकायतों से पहुचा साहजिक स्वीकार तक |

संसारी लोगो के छलकपट
आत्मा के आगे माया का पट
अज्ञान का अंधेरा था घट घट |

पर अब किससे ज़गडा किससे बैर ?
मैं ही मैं हूं धरती से आकाश तक
सभी मेरे ही टू है आत्मबंधू
friend से लेकर foe तक |

अस्तित्त्व का उत्सव है जिन्दगी
अब प्रतिक्षण होती है बंदगी
प्रभु को पाने की प्यास सी जगी |

कहां कहां नही ढूंढा तुजको
गुरुद्वारा से लेकर गिरजाघर तक
ख़ुद के भीतर जब झाँका तो
तामस हटा के जा पंहुचा तुरीय तक |

देखा नये नजरिये से यह जीवन
अंत:शत्रुओं से मुक्त है अब मन
और तोड़ दीये माया के सब बन्धन |

अपने आप को पहेचान लिया
गया अहम् से शिवोहम तक
मन के अन्दर जलाया ज्ञान दीपक
समज लिया द्यैत से लेकर अद्यैत तक |

devil भी मैं , devine भी हूँ मैं ही
जहन्नम एयर जन्नत दोनों हाउ यही
बन गया जब मैं देही से विदेही |

विश्व है 'नेति नेति' की एक विराट मूर्ति
सच्चिदानन्द है दूर से लेकर पास तक
मैं था चंचंल सीमित एक लहर
अब हूँ लहेराते निसिम सागर तक |

परेशानियों से लेकर प्रशांति तक
मेरी सफर है आह से आहा तक |

मनीष पंचमतिया

Wednesday, October 10, 2007

હવે...

હવે...

હવે ના મુક્તિ ના બંધન.
ના સ્મિત ના રુદન.
આનંદ યુકત હર ધડકન.
એક નૂતન સ્પંદન.

હવે ના આશા ના નિરાશા.
ના ચાહના ના કામના.
ના અપેક્ષા ના આકાંક્ષા.
વિશ્રાંતે અને શાંતિ.

હવે તો બસ હંમેશા "હાશ !"
પરમ સંતૃપ્તિ અને જ્યોતિ.
નવી દ્રષ્ટિ અને સૃષ્ટિ.
સર્જનહારની એક અનુપમ કૃતિ.

જે આકાશની પેલે પાર.
તે છે હવે મારી પાસ.
મહેસૂસ કરે મારી દરેક સાઁસ.
મનિષ,આ ક્ષણ છે કંઇક ખાસ.

Tuesday, October 09, 2007

अब...

अब...

अब ना मुक्ति ना बन्धन |
ना स्मित ना रुदन |
आनंद से युक्त हर धड़कन |
एक नूतन स्पंदन !

अब ना आशा ना निराशा !
ना चाहना ना कामना !
ना अपेक्षा ना आकांक्षा |
विश्रांति और शांति |

अब तो बस हमेशा " हाश ! " |
परम संतृप्ति और ज्योति !
नई द्रष्टि नई सृष्टि !
सर्जनहार की एक अनुपम कृति !

जो है आकाश के उस पार |
वो है अब मेरे पास !
महेसूस करे मेरी हर सांस !
'मनीष' यह पल है कुछ ख़ास !

Monday, June 18, 2007

સૂપડું

કેટલાક લોકો કેમે કરીને સમજતા જ નથી.
કે, તેમની હસ્તી અહીં કાયમ માટે નથી.

બધા લોકો જેવા છે, ભલે તેવા જ સારા છે.
આપણી હાજરી અહીં તેમને સુધારાવા માટે નથી.

અને આમ જુઓ તો,
આપણું ધાર્યુ ક્યાં હંમેશા થતુ હોય છે?
પણ...
શુભેચ્છકો નો સાથ-સહકાર ભૂલી જવા માટે નથી.

કદાચ દરેક વ્યક્તિ આપણી કદર ન પણ કરે
કોઇકનું સસ્મિત થેન્ક્સ કંઇ અવગણવા માટે નથી.

હાફૂસ કેરીના સ્વાદ જેવી ખટ્ટમીઠ્ઠી છે જિંદગી
તે વિતેલી કડવી વાતોને વાગોળવા માટે નથી.

વિરાટ વિશ્વમા છું એક નાનું અમથું બિંદુ હું
આ બિંદુનુ અસ્તિત્ત્વ ફરિયાદો કરવા માટે નથી.

દરેક સફળ માણસ તેની ભૂલોમાંથી જ તો શીખે છે
આપણી અજાણતા થયેલી ભૂલો વખોડવા માટે નથી.

ઉજ્જવળ ભાવિની આશા,ભવ્ય ભૂતકાળનું ગૌરવ
ભલે હોય, પરંતુ વર્તમાનની આ ક્ષણ વેડફવા માટે નથી.

હોઠો પર રહે હંમેશા જિંદાદીલ, મધુર મુસ્કાન
મનિષ
એથી વધુ અપેક્ષા પ્રભુની, તારી પાસેથી નથી.

Thursday, March 30, 2006

ગોવીંદે માંડી ગોઠડી...

ગોવીંદે માંડી ગોઠડી...

" બેઠો છું હું માંડીને કહેવા તમને વાત.
આજે સાંભળો મારા દીલનો તમે વલોપાત...

" નથી ભક્તિનો અવકાશ્, આજે ભક્તોએ
નગારા-વાદક યંત્રની કરી છે આયાત...

" નરક્નાં ડરથી અને સ્વર્ગની લાલચે
દસિયું ફગાવે, ને મને આવે છે દાંત...

" બોલે ભાવવિહીન શ્બદો યન્ત્રની જેમ
'તમે જ વિદ્યા, ધન, ભ્રાત, માત અને તાત...'

" લોકો દિવસભર છેતરે એક બીજાને
સવારમાં તેની મારાથી કરે શરૂઆત...

" કોઇ પ્રાથે દ્રવ્ય, ને કોઇ વળી સંતાન,
કોઇ માંગે સત્તા, થવું છે કોઇને પ્રખ્યાત...

" કાશ કોઈ માંગે ભક્તિ અને શક્તિ એવી
જેનાથી કરાય અંત્:શત્રુઓને મહાત...

" ઓમ કાર ઓમ ભગવતી ભવ દુ:ખ આપો આપો
જેથી સ્મરું હું તમને દિવસ ને રાત...

" મેં આપી તેમને સુખ, સંપત્તિ, સંતત્તિ
પણ તોયે લોકોને હજું ક્યાં છે નિરાંત? ...

" લઉં છું હું આશ્વાસન એક જ વાતનું,
ગમે તે કાજે પણ ભક્તો લે છે મૂલાકાત...

" છે મને એવા ભક્તની તલાશ, જે માંગે
ત્યાગ, સેવા, સંયમ, સદબુદ્ધી તણી મિરાંત...

" ભાવ ભરેલ હૈયે કોઇ ભક્ત આવે કાશ
ક્યારેક તો ઉગશેને? સોનેરી એ પ્રભાત્..

" મનિષ્, તમે કેમ રોકી દીધી કલમ્?
હજું તો મારી આદરી અધૂરી છે વાત...

શબરી

શબરી

ચહેરા પર કરચલીઓ અને ધોળ વાળ તમામ છે.
લાકડીના ટેકે ડગુમગુ કૃશ કાયાની જિવાદોરી રામ છે.

આતુરતાભરી મીટ એ જ તો એમનો રોજિંદો વ્યાયામ છે
હાથની છાજલી નીચે ઝુરતી આંખોની ઝંખના રામ છે.

ડૂબતો સુરજ પણ એને મન આશાનો પૈગામ છે.
કે, "આવતીકાલે તો અવશ્ય આવવાના મારા રામ છે."


વીચલીત કરવામાં એને ખુદ નીરાશા નાકામ છે.
શબરી એ તો શ્રધાસભર ઇંતઝારનુ નામ છે.

એઠાં બોરનાં બજારમાં ક્યાં કદી ઉપજતા દામ છે?
પણ તેમાં જગતભરની મીઠાશન ઠલવાયા ઠામ છે.

ભક્તિભાવથી છલકાતુ એમનુ હૈયું જ રામનું ધામ છે.
શ્રધા-અધીરાઇ-ધીરજના એ પ્રયાગ ને મનિષનાં લાખો સલામ છે.