Showing posts with label Humourous. Show all posts
Showing posts with label Humourous. Show all posts

Sunday, April 24, 2016

કાવ્ય - સ્ફૂરણા

બપોરે  બરાબર બાર વાગ્યે  પર  જ્યારે માથા પર આવ્યો  સવિતા;
ત્યારે બુદ્ધિ  બગડતા કર્યો સંકલ્પ  -  હું પણ લખું એક  કવિતા 

કલમ ઝાલી ચડ્યો વિચારે કે - "નથી દેખાતી ક્યાંય નવીનતા;
બીજું બધું તો ઠીક છે, પણ લખવી શાના પર મારે કવિતા?"

પહેલી વર્ષા, ઘૂઘવતો સાગર કે ખળખળ વહી જતી સરિતા;
કે પહેલો પહેલો પ્રેમ ને કોઈના રૂપ પર લખું હું એક કવિતા ?

ગરીબી ને મોંઘવારી, વળી નિરક્ષરતા ને સામ્પ્રદાયિક્તા;
કે કૌભાંડોયુક્ત ગંદા રાજકારણ પર જે લખું એક કવિતા? 

કવિ કલ્પનાઓ પણ વિચારી - મૃગજળ, ખપુષ્પ ને સ્વર્ગની દિવ્યતા ;
શમા પરવાના, ચંદ્ર - ચકોર,...વગેરે તોયે  ના સુઝી કોઈ કવિતા !

લખ્યું થોડું આડુંઅવળું ત્યાં પેનમાં રીફીલને વિષે થઇ રિક્તતા;
રીફીલ બદલી, કડક ચા પીધી ને ફરી બેઠો લખવા હું કવિતા .

એકાએક સ્ફૂર્યો વિચાર ને સર્જાઈ આ સોનેટ પ્રકારની કવિતા.
મનિષ ! કાવ્યસર્જનના પ્રયત્નો પર જ લખી નાખ એક કવિતા.

તું

તું હસે તો ફાગણ, તું રડે તો શ્રાવણ
મૌસમ મારી તું જ, સમયની મિથ્યા આવનજાવન

તું મલકાય તો માલપુઆ, અને તું ખીજાય તો ખીચડી
ભોજન મારું તું જ, રસોડામાં મિથ્યા આવનજાવન

તું ચાહે તો ચા, અને તું કોપાય તો કોરાડી
કપ-રકાબી પણ તું જ, હોટલમાં મિથ્યા આવનજાવન

તું સુખી તો SAVE અને તું દુ:ખી તો DELETE
File Manager પણ તું જ, Mouse થી cursor ની મિથ્યા આવનજાવન

તારી વાણી વીણા , તારું મૌન મૃદુંગ
લય-તાલ પણ મારા તું જ, સપ્તસુરોની મિથ્યા આવનજાવન

તું હસે તો Distinction અને તું રડે તો Remedial
Marksheet પણ મારી તું જ, Internals ની મિથ્યા આવનજાવન

તારું સ્મિત સોનેરી સવાર, તું રડે તો રાત
schedule પણ મારું તું જ, ક્ષણોની મિથ્યા આવનજાવન

તારો સ્નેહ Signal અને તારી નફરત Noise
CMRejection પણ તું જ, Dolby NR ની મિથ્યા આવનજાવન

તારો આનંદ અમૃત, અને તારો વિષાદ વિષ
જામ પણ મારો તું જ, મધુશાલામાં મિથ્યા આવનજાવન

તારી ખુશી Vcc અને તારી ઉદાસી Ground
Power Supply પણ તું જ, Current ની મિથ્યા આવનજાવન

તારો પ્રેમ pink city Jaipur અને તારી નફરત નડિયાદ
શહેરો  બધા તું જ, બસ-ટ્રેનોની મિથ્યા આવનજાવન

તારું લટકું Laher Pepsi, તારું ઝટકું  ઝટપટ ગુટખા
તામ્બુલમાં લવલી પણ તું જ, પાનની દુકાને મિથ્યા આવનજાવન

તારી હા તો Pole અને તારી ના તો Zero
S-Plane પણ મારું તું જ, Root-Locus ની મિથ્યા આવનજાવન

તારો શ્વાસ ઓક્સીજન , તારો ઉચ્છવાસ CO2
કાર્ડિયોગ્રામ પણ તું જ, ધડકનોની મિથ્યા આવનજાવન 

Friday, May 01, 2015

Who is She?

એ તેજ ઝરતી આંખો
મારા શમણા ને  આપે છે પાંખો

આંખોમાં ઘૂઘવતો નીલ સમંદર
છે મને દીવાના થઇ જવાનો ડર

એ સૌન્દર્યનો સાગર અપાર
દિલના ઝણઝણાવી દે છે તાર

એને એક વખત  જોયા બાદ
નથી બીજા કોઈ ચહેરા મને યાદ

જોવાને તેની બસ એક ઝલક
મારી આંખો તરસે છે સદા અપલક



રતુંબડા ગાલોમાં પડતા એ ખંજન
હૃદયમાં જગાવે છે કંઈક  સ્પંદન

એ મીઠું અને મારકણું  સ્મિત
મૂકે છે મન પર એક છાપ અમિત

આત્મીયતાનો અનેરો અહેસાસ
એ જ તો એની ખાસિયત છે ખાસ

એ ન હોય તો જાણે  બધું અધૂરું અધૂરું
એનું સ્મરણ વાગોળું છું મધુરું મધુરું
અને આ કાવ્ય અહીં કરું છું પૂરું


Thursday, March 30, 2006

ગુલાબ જળનું પાણી

ગુલાબ જળનું પાણી

માત્ર ગુલાબ જળનું જ પાણી હોય છે એમ નથી,
સર્કલ પણ રાઉન્ડ દોરાય છે...

ક્રિકેટ ટીમમાં બધા ઓલ આઉટ થઇ જાય પછી
ભવિષ્ય માટે ફ્યુચર પ્લાન બનાવાય છે...

જ્યારે બેડ લક જ ખરાબ હોય,
ત્યારે ભૂલમાં મીસ્ટેક થાય છે...

આવી ભૂલમાં થતી મીસ્ટેક્સ
ફરી ફરીને રીપીટ થાય છે...

વીન્ડોઝ એની મેળે જ ઓટોમેટીકલી ક્રેશ થાય છે.
અને તેને ફરીથી રી-સ્ટાર્ટ કરાય છે...

આ બધામાં વચ્ચે જ ઇનટ્રપટ આવવાથી
કાવ્ય (???) ધ એન્ડ પર પુરું થાય છે..