Sunday, February 26, 2012

Prayer - 3

હે સ્વામી ! આ થોડી પ્રાર્થના કરું છું, સાંભળશો ને?

અમારું જીવન આ સંસારના દરિયામાં જયારે અટવાય જાય છે,
ત્યારે આપના જીવનની દીવાદાંડી જ અમને સન્માર્ગે દોરી જાય છે.

શિક્ષાપત્રી અને વચનામૃત એ બધું અમારા માટે તો Theory છે,
જ્યારે આપનું જીવન એ જ એનો ખરો Practical છે.

અમે તો વ્રત લઈએ પણ કેવા? વારંવાર ભંગ કરીએ એવા!
અમને પણ સ્વામી આપો...ને આપના જેવી જ દ્રઢ નિષ્ઠા
                                                           શિક્ષાપત્રીના વચનો પાળવા.


આપે નથી કર્યુ સંસ્કારોનું સિંચન જ માત્ર ઉગતી પેઢીમાં,
પણ સાથોસાથ,
ચડાવ્યા છે કાંઠા, સાંઠી વટાવી ચૂકેલા એ ઘડાઓમાં.

ક્યાં ઘરેણાંના બાહ્ય દેખાવને જોઇને મોહી પડનારા અમે?
અને ક્યાં એક કુશળ સોનીની જેમ તેમાં રહેલા સોના જેવા
                                                             પ્રભુને ખોળનારા તમે?


અમે તો અંધારામાં દોરીને પણ સાપ માની ડરનારા,
જ્યારે તમે જ્ઞાનના પ્રકાશથી અમને સાચું ભાન કરાવનારા.


અમે તો કૂપમૂંડકની જેમ માત્ર અમારું જ વિચારનારા,
જ્યારે તમે તો સમગ્ર વિશ્વના કલ્યાણ માટે જ દુનિયામાં વિચરનારા.


અરે! સ્વામી અનેકના બદલાય ગયા છે જીવન ધ્યેય ,
                     આપના વક્તવ્ય અને પત્રો દ્વારા,
અરે! ઘણા તો મેળવે છે પ્રેરણા આપના નિર્દોષ હાસ્ય દ્વારા.


જયારે કોઈ થાકી હારીને સહારો લે છે નિરાશાનો ,
ત્યારે તમે જ સ્વામી આશાનો સંચાર કરી, બતાવો છો 
                                                  રસ્તો અક્ષરધામનો .


જીવવાના તો છો ખુબ લાંબો સમય લોકોના હૃદયમાં સુક્ષ્મ રૂપે,
પણ અમે તો પ્રભુને પ્રાર્થીએ કે રહો લાંબો સમય અમ સાથ સ્થૂળ રૂપે.


મોરસના હિમાલયમાંથી આ એક કીડી ખાઈ-ખાઈ ને તે વળી 
                                                    કેટલું ખાઈ શકવાની? 
તેમ આપના ૭૪ વર્ષના દિવ્ય જીવન વિષે અમે કહી-કહીને 
                                                    કેટલું કહી શકવાના? 


હા, પણ સ્વામી એટલું તો જરૂર કહેવાના જ કે,
"આજના આ પવિત્ર દિને આપને અમારા અંત: કરણ પૂર્વકના
                                                     કોટી કોટી વંદન".

                                                     અસ્તુ.



Wednesday, February 22, 2012

Prayer - 2

Difficulties are stepping stone to success
Success is a series of steps slowly taken

એક રજકણ સુરજ થવાને શમણે ઉગમણે જઈ ઉડે.
તેમ...
અમારા પગ નિયમપાલનના ખાંડાની ધાર જેવા રસ્તે ડગુમગુ પડે.
પણ અમૃત નો છંટકાવ થતા જ બમણા ઉત્સાહ અને જોમથી પગ ઉપડે.
બીજાને માટે તો નિયમના પથ્થરો ગડથોલિયું ખવડાવનારા થઇ પડે.
પણ...
આપની કૃપાથી નિયમના પથ્થરો અમ માટે પગથીયા થઇ પડે.
અને નિયમરૂપી એક એક પગથીયું મળીને અક્ષરધામ જવાની સીડી થઇ પડે.
એ જ પ્રાર્થના સહ નડિયાદ છાત્રમંડળ ના શીશ આપના ચરણે નમી પડે.....


- નડીયાદ છાત્રમંડળ


( HDH Pramukh Swami Maharaj's 75th Birthday. Amrut Mahotsav. The birthday card was made in pyramid shape and it had steps. This poem was written on it. ) 

Tuesday, February 21, 2012

Prayer - 1

કોલેજ માં આવ્યા પછી, કવિતાઓ લખવાનું શરુ કર્યું, તેમાં મુખ્ય પ્રેરણા પરમ પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજ ની હતી. પરમ પૂજ્ય બાપા વિશેની મારી પ્રથમ કવિતા : "પ્રાર્થના".  આ કવિતા પૂજ્ય બાપાના પ્રાતઃ ભ્રમણ વખતે, મારા વતી અન્ય છાત્ર એ રજુ કરી હતી. કેમકે,  ડી.ડી.આઈ. ટી. કોલેજમાં મારી ઇન્ટરનલ પરીક્ષા ચાલુ હતી. પછીથી જાણવા મળ્યું કે, સ્વામી બાપાને આ કવિતા ખુબ જ ગમી હતી. પછીથી પણ તેમણે મારી કવિતા ને ફરીથી યાદ કરેલ. હું તો નવો નિશાળીયો કવિ હતો, પણ છતાં મારી સરળ કવિતા માટે પણ સ્વામી બાપાએ મને પ્રોત્સાહન આપ્યુ. આવો આજે એ કવિતા માણીએ.



સ્વામીજી, આપને કંઈ કહેવા પ્રયત્ન કરું છું
પણ કેમ કહેવું તે ના સૂઝતા થોથવાયા કરું છું
છેવટે કાલીઘેલી ભાષામાં આ કવિતા રજુ કરું છું.

આપનું અહીં નડિયાદ મુકામે વારંવાર આગમન થવા દેજો
નડિયાદ એ.પી.સી.  પર આપની મહેરની વર્ષા થવા દેજો.

અમે આપના જ બગીચાનું ફૂલ છીએ
આ ફૂલ પાસે સમાજને ઘણી.... બધી અપેક્ષાઓ છે
એ અપેક્ષાઓ પૂરી કરવા કૃપયા બળ દેજો.

મહેનત-પરિશ્રમ અમે કરીશું, તમે પ્રેરણા આપજો
માટીમાંથી મૂર્તિ અમે બનાવીશું, તમે માત્ર પાણી રેડજો.

જયારે અમે ડૂબી જઈએ ઘોર નિરાશામાં,
ત્યારે તમે જ આશાનો સંચાર અમ જીવનમાં કરી દેજો.

જયારે અમે દિશા ચુકી જઈએ ત્યારે તમે જ
અમને સન્માર્ગે વાળવા માટે ધ્રુવ તારો બની જજો.

જે રીતે આપે વિદેશમાં ભારતીય સંસ્કૃતી ફેલાવી છે
તે જ રીતે અમારા હૃદયમાં  પણ જ્ઞાનનો પ્રકાશ ફેલાવી દેજો.

સ્વામી, સંતો અંદ હરિભક્તોની લઇ અનુમતિ,
મનિષ કરે છે અહીં કવિતાની પુર્ણાહુતી






Wednesday, June 24, 2009

અષાઢ માસસ્ય પ્રથમે દીવસે...

અષાઢ માસસ્ય પ્રથમે દીવસે...

અષાઢ માસના આ પહેલા દિને...
ચલો, કંઇક યાદ કરાવુ આપ સૌને.

એ પણ એક સમય હતો, કલીદાસનો...
જ્યાં એક યક્ષ દૂત બનાવે વાદળને.

વરસાદની રીમઝીમમાં વધતી જતી
વિરહ વેદના નો સંદેશો પ્હોચાડે પ્રિય જનને.

G.P.S. વગર, હવાઇ માર્ગે, અલકાનગરી
જવાનો રસ્તો સમજાવે 'મેઘદૂત'ને...

પછી આવ્યું 'મૈંને પ્યાર કિયા' નુ કબૂતર...
જે મળાવે છે પ્રેમ અને સુમનને.

આજે કબૂતર અને મેઘદૂતના જમાના ગયા...
હવે તો મોબાઇલ સુલભ છે સૌને.

જથ્થાબંધ S.M.S. અને કલાકો સુધી
મોબાઇલ પરની વાતો, ઓછા પડે છે પ્રેમીજનોને...

મોબાઇલ તો ઠીક છે...

પણ આવા મૌસમમાં, દીલ તો માંગે છે...
મેઘને પણ દૂત બનાવવાનાં ગાંડપણને.

થરક થરક નાચતા મયૂરપંખી સાથે
તાલ મેળવીને ધડકવાનુ સૂઝે છે આ દીલને...

અને જ્યારે...

શબ્દોથી પર, મૌનની પેલે પાર...
ન કહેવાયેલ વાતો સમજાય છે હ્રદયને

ત્યારે મનિષ, મેઘદૂત, કબૂતર, ટપાલ...
કે મોબાઇલની શું જરૂર છે લોકોને?

Sunday, November 16, 2008

નૂતન પ્રભાત

નૂતન - પ્રભાત

રોજ ડી.ડી.આઇ.ટી. ના નોટીસ બોર્ડ પર કવિતા જોઇ
હું પણ કવિતા લખવાનુ વિચારતો હતો
કોશીશ પણ કરી
પરંતુ "આવી તે કવિતા હોતી હશે કે?"
એમ કરિ વિચાર માંડી વાળતો હતો.

આજે નવા વર્ષનાં મંગળ પ્રભાતે જ્યારે
સૂરજ ઊગું-ઊગું થઈ રહ્યો હતો
ત્યારે એક ઉગતો કવિ પણ પોતની
પ્રથમ કવિતા રચવાનાં પ્રયાસમાં મચી રહ્યો હતો.

વ્હેલી સવારે કૂકડાંનાં "કૂકડે-કૂક" થી શરૂ થતું
નવું વર્ષ તો દર વર્ષની જેમ જ આવી પ્હોંચ્યું હતું.
દર વખતની જેમ જ બધાંએ "સાલ-મુબારક" કર્યા હતા.
પણ...

પણ કોલેજ માં આવ્યા પછીની આ પહેલી દિવાળી
અને બેસતુ વર્ષ કંઇક જુદું જ ભાસતું હતું
સૂર્યનું પહેલું જ કીરણ જાણે કે અદમ્ય બળ અને
અખૂટ ઉત્સાહ ભરી દેતું હતું.

મીઠાપુરના દરિયાકિનારે
વારંવાર ખડકો સાથે અથડાતાં મોજા પણ
આળસ ખંખરીને સતત પ્રયત્ન ચાલુ રાખવા સૂચવતાં હતાં.

ઘરે-ઘરે ચિતરેલી રંગબેરંગી રંગોળીમાં પણ
મને તો આપણા ઉજ્જવળ ભવિષ્યનાં જ સપ્તરંગી રંગો દેખાતા હતા.

માત્ર પંખીઓ જ નહિં ફૂલો પણ મલકતાં મલકતાં
નવા વર્ષની વધામણી આપતા હતાં.

ત્યારે એ ફૂલોની સોડમને મારા સુધી પહોંચાડનાર
પવને મને કાનમાં કહ્યું કે,

"મનિષ ! હવે તુ પણ સૌ મિત્રોને
સાલ-મુબારક કહી ને કવિતા અહીં જ પૂરી કરી દે...

"અને હાં, સાથે-સાથે સૌને પોતાના સોનેરી સોણલાંઓ
આ નવા વર્ષમાં સાકાર થાય તેવી
શુભેચ્છા નહીં પાઠવે કે શું? "