Sunday, October 21, 2007

Move आह से आहा तक !

Move आह से आहा तक !

परेशानियों से लेकर प्रशांति तक
मेरी सफर है आह से आहा तक
जब असार संसार को समजा मैंने
शिकायतों से पहुचा साहजिक स्वीकार तक |

संसारी लोगो के छलकपट
आत्मा के आगे माया का पट
अज्ञान का अंधेरा था घट घट |

पर अब किससे ज़गडा किससे बैर ?
मैं ही मैं हूं धरती से आकाश तक
सभी मेरे ही टू है आत्मबंधू
friend से लेकर foe तक |

अस्तित्त्व का उत्सव है जिन्दगी
अब प्रतिक्षण होती है बंदगी
प्रभु को पाने की प्यास सी जगी |

कहां कहां नही ढूंढा तुजको
गुरुद्वारा से लेकर गिरजाघर तक
ख़ुद के भीतर जब झाँका तो
तामस हटा के जा पंहुचा तुरीय तक |

देखा नये नजरिये से यह जीवन
अंत:शत्रुओं से मुक्त है अब मन
और तोड़ दीये माया के सब बन्धन |

अपने आप को पहेचान लिया
गया अहम् से शिवोहम तक
मन के अन्दर जलाया ज्ञान दीपक
समज लिया द्यैत से लेकर अद्यैत तक |

devil भी मैं , devine भी हूँ मैं ही
जहन्नम एयर जन्नत दोनों हाउ यही
बन गया जब मैं देही से विदेही |

विश्व है 'नेति नेति' की एक विराट मूर्ति
सच्चिदानन्द है दूर से लेकर पास तक
मैं था चंचंल सीमित एक लहर
अब हूँ लहेराते निसिम सागर तक |

परेशानियों से लेकर प्रशांति तक
मेरी सफर है आह से आहा तक |

मनीष पंचमतिया

Wednesday, October 10, 2007

હવે...

હવે...

હવે ના મુક્તિ ના બંધન.
ના સ્મિત ના રુદન.
આનંદ યુકત હર ધડકન.
એક નૂતન સ્પંદન.

હવે ના આશા ના નિરાશા.
ના ચાહના ના કામના.
ના અપેક્ષા ના આકાંક્ષા.
વિશ્રાંતે અને શાંતિ.

હવે તો બસ હંમેશા "હાશ !"
પરમ સંતૃપ્તિ અને જ્યોતિ.
નવી દ્રષ્ટિ અને સૃષ્ટિ.
સર્જનહારની એક અનુપમ કૃતિ.

જે આકાશની પેલે પાર.
તે છે હવે મારી પાસ.
મહેસૂસ કરે મારી દરેક સાઁસ.
મનિષ,આ ક્ષણ છે કંઇક ખાસ.

Tuesday, October 09, 2007

अब...

अब...

अब ना मुक्ति ना बन्धन |
ना स्मित ना रुदन |
आनंद से युक्त हर धड़कन |
एक नूतन स्पंदन !

अब ना आशा ना निराशा !
ना चाहना ना कामना !
ना अपेक्षा ना आकांक्षा |
विश्रांति और शांति |

अब तो बस हमेशा " हाश ! " |
परम संतृप्ति और ज्योति !
नई द्रष्टि नई सृष्टि !
सर्जनहार की एक अनुपम कृति !

जो है आकाश के उस पार |
वो है अब मेरे पास !
महेसूस करे मेरी हर सांस !
'मनीष' यह पल है कुछ ख़ास !

Monday, June 18, 2007

સૂપડું

કેટલાક લોકો કેમે કરીને સમજતા જ નથી.
કે, તેમની હસ્તી અહીં કાયમ માટે નથી.

બધા લોકો જેવા છે, ભલે તેવા જ સારા છે.
આપણી હાજરી અહીં તેમને સુધારાવા માટે નથી.

અને આમ જુઓ તો,
આપણું ધાર્યુ ક્યાં હંમેશા થતુ હોય છે?
પણ...
શુભેચ્છકો નો સાથ-સહકાર ભૂલી જવા માટે નથી.

કદાચ દરેક વ્યક્તિ આપણી કદર ન પણ કરે
કોઇકનું સસ્મિત થેન્ક્સ કંઇ અવગણવા માટે નથી.

હાફૂસ કેરીના સ્વાદ જેવી ખટ્ટમીઠ્ઠી છે જિંદગી
તે વિતેલી કડવી વાતોને વાગોળવા માટે નથી.

વિરાટ વિશ્વમા છું એક નાનું અમથું બિંદુ હું
આ બિંદુનુ અસ્તિત્ત્વ ફરિયાદો કરવા માટે નથી.

દરેક સફળ માણસ તેની ભૂલોમાંથી જ તો શીખે છે
આપણી અજાણતા થયેલી ભૂલો વખોડવા માટે નથી.

ઉજ્જવળ ભાવિની આશા,ભવ્ય ભૂતકાળનું ગૌરવ
ભલે હોય, પરંતુ વર્તમાનની આ ક્ષણ વેડફવા માટે નથી.

હોઠો પર રહે હંમેશા જિંદાદીલ, મધુર મુસ્કાન
મનિષ
એથી વધુ અપેક્ષા પ્રભુની, તારી પાસેથી નથી.

Monday, March 19, 2007

અનજાના અનદેખા કોઇ...

આવી જ એક ભીની ભીની વરસાદી રાત હશે...
વરસાદ થંભી ગયો હશે, પણ વાતાવરણમાં ભીનાશ હશે...

ધક ધક થતા દીલમાં પીયુ મીલનની આશ હશે...
કાન પણ એનો ધ્વનિ સાંભળવા આતુર હશે...

આંખોમાં યૌવનનાં સોનેરી મુગ્ધ સ્વપ્નાઓ હશે...
અને ચહેરા પર શરમની સુરખીથી લાલાશ હશે...

ચંદ્ર તો વરસાદી કાળા વાદળ પાછળ છુપાયો હશે...
પણ ચંદ્ર પરથી એક સ્માર્ટી રાજકુમાર આવ્યો હશે...

તે બધાથી - આખા ટોળાથી કંઇક અલગ જ હશે...
તેને પામવા માટે અમ સખીઓમાં હરીફાઇ હશે...

પછી સરોવર કાંઠે તેમણે સૂરીલો સૂર છેડ્યો હશે...
બધાનાં પ્યાસા હૈયા ગોપીઓની જેમ દોડી જશે...

ચળકતા પીળા લીંબૂ કલરનાં ડ્રેસમાં 'એ' ખૂબ હેન્ડસમ લાગતો હશે...
બિલકુલ 'રંગીલા'નાં મુન્નાભાઇ જેવો દેખાતો હશે...

મને જોઇને તેમના મોઢામાંથી સીટી સરી પડી હશે...
આ અણસમજ લોકો તેને આર.ટી. નુ ડી.ડી. કહેતા હશે...

ચિત્કાર

બધું જ બદલાયું છે અને છે છતાં સર્વ જેમ હતું તેમ
ટ્વેલ્થ પુરુ થઇ ગયુ છે અને છે છતા ભણવાનો બોજો એમનો એમ

સ્કૂલમાંથી આવ્યા કોલેજમાં, પણ અહીં પણ છે બધુ સ્કૂલની જેમ
ડી.ડી.આઈ.ટી. અમારા માટે તો સ્કૂલ જ છે પણ ઓળખાય છે કોલેજની જેમ
બધું જ બદલાયું છે અને છે છતાં સર્વ જેમ હતું તેમ

કોલેજજીવન વિશે સેવેલા મધુર સોણલાઓ થીજી ગયા છે બધાની આંખોમાં જેમના તેમ
અહીં તો,
જો સીલેબસ બધો પુરો થાય તો રહે છે જર્નલ્સ બધી અધુરી એમની એમ
અને જો જર્નલ્સ બધી પુરી થાય તો રહે છે સિલેબસ બધો અધૂરો એમનો એમ
બધું જ બદલાયું છે અને છે છતાં સર્વ જેમ હતું તેમ

પ્રોફેસર તો એક કલાક સુધી લેક્ચર આપી જાય છે, પણ અમને તે લાગે છે હાલરડાની જેમ
અને પછી તો આવા મહાબોરીંગ લેક્ચર સાંભળીને અમને ઉંઘ ચડે છે કુંભકર્ણની જેમ

કોન્ઝર્વેશન ઓફ હોલીડે
જ્ન્માષ્ટમી પર વેકસન પડે એ પણ બીજી રજાઓને ભોગે 'માથા સાટે માથું'ની જેમ
બધું જ બદલાયું છે અને છે છતાં સર્વ જેમ હતું તેમ

એક પરીક્ષા પૂરી થાય ને હજુ તો હાશ કરીએ ત્યાં તો - આવી ચડે છે બીજી, પહેલીની જેમ
રવિવારે તો હોય જ છે રજા બધે પણ અહીં તો લેવાય છે પરીક્ષા રવિવારે પણ રોજની જેમ
પરીક્ષાનો સામનો કરવા કમર કસીએ પણ ઘણીવાર તો - પેપર જ રહી જાય છે અધૂરા જેમના તેમ
બધું જ બદલાયું છે અને છે છતાં સર્વ જેમ હતું તેમ

અમે વેઠીએ છીએ સતત પરીક્ષાનો બોજો ઘાણીનાં બળદની જેમ
અને ચિત્કાર કરી ઉઠીએ છીએ, 'ત્રાહીમામ ત્રાહીમામ્' મત આપી ચૂકેલા મતદારની જેમ
અને રજૂ કરી છે આ ગઝલ 'મીની ટેલેન્ટ'માં એક નલ સ્ટેટમેન્ટ ની જેમ
કેમ કે, મનિષને ખાતરી છે કે, ત્રણ ત્રણ ઇન્ટરનલ નો બોજો તો રહેવાનો જ છે જેમનો તેમ

બધું જ બદલાયું છે અને છે છતાં સર્વ જેમ હતું તેમ
ટ્વેલ્થ પુરુ થઇ ગયુ છે અને છે છતા ભણવાનો બોજો એમનો એમ
એમનો એમ
એમનો એમ
એમનો એમ