Thursday, March 30, 2006

મુક્તકેશી

મુક્તકેશી


આ કાંઇ કવિતા નથી.
પ્લીઝ,
આને તમે કવિતા ના કહેશો.
હો ને...
તો પછી શું કહેશો?
અરે...અરે આ તો છે...

આ તો છે મગજમાંથી ખસતી
જ નથી, એવી એક યુવતીની છબી.

જાણે કે, સ્વર્ગમાં અપ્સરા બનીને,
જવાનો વીઝા માંગતી કોઇ પરી.

આ તો છે ઘનઘોર રેશમી
કાળા કેશધારી કોઇક લાવણ્યમુર્તિ.

કોમળ હસ્તકમળથી નંબર ડાયલ કરી,
મોબાઇલ ફોન પર મુસ્કુરાતી રમણી.

જુવો તો ખરા...એ નયન રમ્ય મુખડાની,
સૌમ્યતા, સુંદરતા, દિવ્યતા અનોખી.

આમને આમ આંખોથી જ જામ પીવડાવી,
મદહોશ કરતી મધુશાલાની કોઇ પિયાલી.

આ તો છે શબ્દોની ક્ષમતાને,
પડકાર ફેંકતી કોઇ કલ્પના કવિની.

આ તો છે...આ તો છે...આ તો છે...
ઉપમાઓને હરાવી, માત કરી દેતી સુંદરી.

પણ આ કવિતા તો નથી જ્.
માટે
પ્લીઝ આને કવિતા ન કહેશો.
નહીં કહો ને?
થેન્ક્સ.

1 comment:

Jignesh said...

Khub Saras....