કૂકરમાં કરેલી તપર્સ્ચ્ર્યાને અન્તે
બટેકાનુ સદ્ભાગ્ય ખૂલી જાય છે.
પ્રિયાના કરકમલના મૃદુ સ્પર્શે
બટેકુ રોમાચિંત થઈ જાય છે.
નેઇલપોલિસથી રંગાયેલ નખથી
બટેકાની છાલ ઉતરી જાય છે.
પછી પ્રિયના વરદ હસ્ત દ્વારા
તે છાલ ફાટી જાય છે.
પ્રિયાનો સુકોમળ કર ભૂલથી
બટેકાને સ્પર્શી જાય છે.
પ્રિયાના લિપસ્ટીકથી રંગાયેલા
હોઠ લંબગોળ થાય છે.
અને પ્રિયાના મુખારવિંદમાથી
સિસકારો નીકળી જાય છે.
ગુસ્સો, અણગમો અને વેદના
ચહેરા પર છવાય જાય છે.
આગળ ધસી આવતી જુલ્ફો
એક ઝાટકે દૂર હટાવાય છે.
એ રૂપ ઘડીભર મને કવિતા
લખવાનું ભૂલાવી જાય છે.
પ્રિયાની સુંદરતાના નવા જ
સ્વરૂપના દર્શન થાય છે.
ત્યાં તો,
અણસમજુ નાદાન બટેકાથી
ફરીથી ગુસ્તાખી થાય છે.
આ વખતે પ્રિયાની આંગળી
સીધી મોના શરણે જાય છે.
ક્ષણભર માટે બટેકાનું
વસ્ત્રાહરણ થંભી જાય છે.
સર્વ કાર્ય પ્રિયાની જે આંગળીના
ઇશારા માત્ર થી થાય છે
તે જ આંગળીને એક ક્ષુદ્ર
બટેકુ દઝાડી જાય છે.
2 comments:
હેહેહેહે....
મઝા આવી, હોં..
http://www.geocities.com/panchmatia_manish/Potato.htm
Post a Comment