સિગ્મા
સિગ્મા એટલે સરવાળો
ખબર નથી પડતી ક્યા અર્થમાં વખાણે છે આ કોલેજને ઇન્ડીયન એક્શપ્રેસ વાળો...
એ વખાણ તો મને લાગે છે ઉજળા દેખાતા કાળા અક્ષરોનો સરવાળો
આ કોલેજની સ્થાપનામાં છે ધર્મસિંહ દેસાઇનો ખૂબ ખૂબ ફાળો...
પણ તેમનાં ગળે શોભતો હાર માંગે છે તાજા પુષ્પોનો સરવાળો
અહીં ની હાર્ડવેર લેબ માં છે એકાદ - બે ચાલતા પી.સી.ઓનો ફાળો...
એ પી.સી. પણ બિજું કંઇ નથી, છે માત્ર વાઇરસના રહેઠાણોનો સરવાળો.
આ ઇન્ટરનલ પરીક્ષાઓથી વિદ્યાર્થી બને છે માત્ર પુસ્તકિયા જ્ઞાનવાળો...
એટલુ જ નહીં, ટીચીંગ પિરિયડ માં થાય છે ત્રણ વીકની નુકસાનીનો સરવાળો.
વિદ્યાર્થી પાસે પ્રેકટીકલ નોલેજ તો છે જ નહીં. છે માત્ર થિયરેટીકલ નોલેજનો ફાળો...
કેમ કે,
ઈલેક્ટ્રોનિક્સની લેબ છે માત્ર નોન-વર્કીન્ગ ઇનસ્ટ્રુમેન્ટ્સનો સરવાળો.
નોટીસબોર્ડની બાજુનાં સ્વીચબોર્ડમાં છે એક પંખીનો માળો...
પીવાનાં પાણી માટે છે અહીં સતત લીક થતાં નળનો સરવાળો.
અને પાણી પીવાનાં સ્થળે છે થોડી - ઘણી સ્વછતાનો ફાળો...
જેન્ટ્સ ટોયેલેટમાં પણ મિથ્યા મહેનત કરે છે વ્હાઈટ વોશવાળો
લાઇબ્રેરી નવી છે પણ તેમાં છે જુના મેગેઝીનોનો ફાળો...
અને નોટીસબોર્ડ એટલે અનેક જુની આઉટ-ડેટેડ નોટીસોનો સરવાળો.
લાઇબ્રેરીની ઉપર રીડીંગ હોલમાં છે લાઇટ - ફેન વગરની છતનો ફાળો...
એ રીડીંગ હોલ બીજું કંઇ નથી, છે માત્ર જર્નલ્સ ઉતારનારાઓનો સરવાળો.
એક સેમેસ્ટર પસાર થાય તેમાં હોય છે રેમેડીયલ અને રી-રેમેડીયલનો ફલો...
કહે 'અભિયાન' ડી.ડી.આઇ.ટી. તો છે શાળાઓનેય શરમાવે એવા શિસ્તનો સરવાળો.
દરેકનાં દીલમાં હોય છે મીસ્ટર કે મીસ ડી.ડીઆઇ.ટી. બનવાના અરમાનોનો ફાળો...
પણ પછી થાય છે ફિયાસ્કો, હતાશા અને નિરાશાનો સરવાળો.
નડિ નડિ ને યાદ દેવડાવે તે હોય છે નડિયાદવાળો...
મળે છે શૂન્ય, જ્યારે કરું છું સુખ દુ:ખનો સરવાળો.
પણ...
એ જ નડિયાદ - અમારી કર્મભૂમી - જેનો છે અમારા જિવનઘડતરમાં મહત્વનો ફાળૉ...
તો શું થયુ કે જો ડી.ડી.આઇ.ટી. એટલે દરેક દિવસે ઇન્ટરનલનાં ટેન્સનનો સરવાળો.
આઇ.આઇ.ટી., આઇઆઇ.એમ્.,આઇ.ઓ.વા.,આઇ.આઇ.એસ.સી. બધે જ પહોંચી જશે આ ડી.ડી.આઇ.ટી. વાળો...
કુરુક્ષેત્રનાં અજુર્નની જેમ દરેક ક્ષેત્રે કરીશું આપણે સફળતાઓનો સરવાળો.
હ્રદયનાં પ્રત્યેક ધબકારમાં છે એક નવી આશા, નવ જ ઉમંગનો ફાળો...
કે, સખત પરીશ્રમ દ્યારા અમે કરીશું સાકાર સ્વપ્નોનો સરવાળો.
આવી લાંબી કવિતાનો શ્રોતા જરૂર છે કોઇ ધીરજવાળો...
બાકી મનિષ, આ કવિતા બીજુ કંઇ નથી, છે માત્ર પી.સી.ઓનો સરવાળો.
1 comment:
Enjoy the live recording of this poem recitation
http://www.geocities.com/manish_panchmatia/Sigma.rm
Post a Comment