એવું છે એમને?
નથી સમજાતું આસું નું બંધારણ જેમને...
સોપ્યું'તુ અમે હૈયુ ભૂલમાં તેમને.
એવું છે એમને?
મૃદુ લાગણીઓનાઅ ખૂન સબબ્...
મળી છે સજા એકલતાની તેમને.
એવું છે એમને?
ના લીલાસ, ના ભીનાશ ના કૂમાશ...
નથી લાગણીઓને કોઇ જ અવકાશ..
દીલ ને સ્થાને ક્રીસટલ ધબકે છે તેમને.
એવું છે એમને?
એ સંસ્મરણો, સ્પંદનો, યાદો...
દીલમાં પડેલા ઉઝરડાઓ રૂઝવવા કેમને?
એવું છે એમને?
આક્ષેપો, પુરાવાઓ અને સજા...
જે સાચું બોલે છે તેમને.
એવું છે એમને?
રૂંધ્યો છે જેમણે આત્માનો આર્તનાદ..
એ....ને લીલાલ્હેર છે તેમને.
એવું છે એમને?
નિરાશાનાં આ સૂકાભઠ્ઠ રણમાં...
સમણાંનાં છોડને ઉછેરૂ કેમને?
એવું છે એમને?
ના મઝિંલ, ના દિશા, ના રસ્તો...
તો યે રખડું ચરણ ગયા શોધવા તેમને.
એવું છે એમને?
નહીં તો સાવ આવું ના હોય મનિષ
લાગે છે કે, લાગી છે નજર કોઇની બુરી તેમને
એવું છે એમને?
No comments:
Post a Comment